ટોક્યો,તા.૨૯
ભારત અને જાપાને પહેલી વાર ભારતીય પરંપરાગત તબીબી પદ્ધતિ યોગ અને આયુર્વેદના ક્ષેત્રમાં એકબીજાને સહયોગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને મિત્ર દેશોનો હેતુ પોતાના નાગરિકોને સંપૂર્ણ સ્વાસ્થ્ય સેવા આપવાનો છે. પીએમ નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા દરમિયાન ભારતના આયુષ મંત્રાલય (આયુર્વેદ,યોગ અને કુદરતી ચિકિત્સા પદ્ધતિઓ, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી) અને કાનાગાવા પર્ફેક્ચુઅલ ગવર્મેન્ટ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિંજા આબે વચ્ચેની શિખર મંત્રણા બાદ ભારત અને જાપાનની વચ્ચે છ કરાર થયા.
ભારતીય વિદેશી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ આ કરાર એ સંધિની પૂરક બનશે જે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને જાપાનના સ્વાસ્થ્ય સેવા પોલીસી ઓફિસ અને જાપાની સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે થયો હતો.
આ સંધિનો મુખ્ય ઉદેશ નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન હેઠળ દર્શાવેલા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે છે, જેમાં પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ, બીમારીઓને સામે રક્ષણ, સાફ-સફાઇ, બાળકો અને મહિલાઓને પૂરતુ પોષણ તથા વૃદ્ધોની સારસંભાળ લેવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ૧૩માં ભારત-જાપાન શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે જાપાનની યાત્રા કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાપાનના કારોબારીઓને ભારતમાં વધુમાં વધુ રોકાણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું. મોદીએ વેપાર મંચ શિખર સંમેલનમાં કારોબારીઓની સાથે વાતચીત દરમિયાન કહ્યું કે તેઓ હંમેશા મજબૂત ભારત – મજબૂત જાપાન અંગે વાત કરે છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ જાપાનના બિઝનેસમેનને રોકાણની પ્રક્રિયા વધારવા માટે ભારતની સાથે મળીને કામ કરવા માટે આમંત્રણ પાઠવે છે. મોદીએ કહ્યું કે જાપાનના ભારતની સાથે સહયોગના કારણે જ અમારો દિલ્હી-મુંબઇ ઔદ્યોગીક ગલિયારા પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે. મોદીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત ભારતમાં એક વિનિર્માણ કેન્દ્ર બનવાની સંભાવના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




