અશ્વોમાં જીવલેણ ગ્લેન્ડર રોગ જાવા મળતા તંત્રમાં દોડધામ મચી

0
15

રાજકોટ,
તા.૨/૫/૨૦૧૮

ગલેન્ડરનો ચેપ ફેલાતો અટકાવવા ઈન્જેક્શન આપી ઘોડાને મારી નખાયો

રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં એક અશ્વને ગ્લેન્ડર નામનો રોગ લાગુ થતા તેને ઈન્જેક્શન આપી મારી નખાયો છે અને ચેતવણીના ભાગરૂપે ૧૧૫ અશ્વોના સેમ્પલ લેવાયા છે. ઘોડાઓમાં ચેપથી ફેલાતા અને ઈલાજ આ બીમારીને
ફેલાતી અટકાવવા માટે

ઘોડાઓને મોતને ઘાટ ઉતારવા પડે છે. જે અશ્વ માલિકો માટે દુઃખજનક હોય છે. એક કેસ પોઝિટીવ આવતા તુરંત જ પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે રોગની ગંભીરતાને ધ્યાને લઇને આ બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જાહેરનામું બહાર પાડી અશ્વો, ખચ્ચર તેમજ ગદર્ભોની તપાસ કરાવવા જણાવ્યું છે. તાલુકા પશુ ચિકિત્સક જી.કે.વોરાના જણાવ્યા અનુસાર વીસ દિવસ પહેલા ભગવતીપરાના એક ઘોડાના સેમ્પલ લેવાયા હતા.
ડો. જી.કે.વોરા જણાવે છે કે, જે અશ્વો નબળા છે તેમને આ રોગ થવાની શક્્યતા અનેક ગણી વધી જાય છે. જેને રોગ થયો હોય તેના શરીરમાં ગુમડા વારંવાર થાય અને નાકમાંથી પીળા કલરનું ચીકણું પ્રવાહી સતત ઝર્યા કરે. આ પ્રવાહીમાં ગ્લેન્ડરના બેક્ટેરિયા હોય છે જેના સંપર્કમાં બીજા અશ્વો આવતા તેમને પણ રોગ લાગુ થઇ જાય છે. આ રોગની કોઇ દવા નથી એટલે રોગને વધતો અટકાવવા માટે ઘોડાને થાયોબેન્ડન સોડિયમ નામનું ઈન્જેક્શન અપાય છે. જેવું ઈન્જેક્શન અપાય એટલે તુરંત જ ઘોડો બેભાન થઇ જાય છે અને આ અવસ્થામાં જ તેનું મોત થાય છે. તબીબી ભાષામાં તેને મર્સી કિલિંગ અથવા તો પીડા વગરનું મોત કહેવાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY