શ્રી રંગ અવધૂત બાપજી ની ૫૦ મી પુણ્યતિથિના ઉપક્રમે પાદરા રંગ પરિવારે ગુરૂલીલામૃત ગ્રંથના સમૂહ પારાયણ અને યજ્ઞ નું જે તા.૧૬ મી થી ૨૪ મી સુધી આયોજન કર્યું છે. પારાયણ માં બેસનાર પરિધાન કરવા વિનામૂલ્યે આપવામાં આવી ઉપરાંત ૧૦૦ ભાઈઓને લાલ રંગના બનારસી પીતાંબર વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. તા.૧૬ મી ની બપોરે ૩ વાગ્યે નીકળનારી શોભાયાત્રા નગરના મુખ્ય બજારોમાં અને શોભાયાત્રાના માર્ગમાં ઠેર ઠેર નાગરિકોએ પોતાના ફળિયા અને બજારો શણગારવા આયોજન કર્યું છે. ઉપરાંત પાદરા નગર અને ફરાસખાના વાળા ઓ શોભાયાત્રાના માર્ગ પર કમાનો અને દરવાજા ઉભા કરનાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







