“પોલીસ પ્રજાનો સાચો મિત્ર” ઉક્તિ સાર્થક કરતી ચોટીલા પોલીસ

0
396

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…

ચોટીલા ખાતે દર્શનાર્થે જુદા જુદા શહેરો તથા ગામડાઓમાંથી તેમજ બહારના રાજ્યોમાંથી પોતાના કુટુંબ સાથે દરરોજ હજારો માણસો/દર્શનાર્થીઓ આવે છે. દર્શન કરવા આવતા દર્શનાર્થીઓની થોડીક બેદરકારીથી સાથે આવતા, તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે તૈમજ ધરે થી કોઈ કારણસર ભાગી જતી વ્યક્તિ ધાર્મિક સ્થળ હોવાંથી ચોટીલા આવતાં હોય છે..

ગઈ તા.04.05.2018 નાં ચોટીલા પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ. પી. ડી.પરમાર તથા પોલીસ સ્ટાફ નાં હેડ કોન્સ. હરદેવસિંહ, ઘનશ્યામભાઈ,તથા પો.કોન્સ. વસંતભાઈ, સરદારસિંહ,વિભભાઈ મહિલા હેડ કોન્સ. પ્રતીક્ષાબેન, વું.પો.કોન્સ. હંસાબેન,વિલાસબેન, શિલ્પાબેન ચોટીલા તળેટી વિસ્તાર માં પેટ્રોલિંગમાં હોઇ, દરમિયાન એક અજાણી યુવતી મળી આવેલ હોઈ, જેને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ.પી.ડી.પરમાર, પો.સબ ઇન્સ. આઇ.કે.શેખ, જે.જે.ચૌહાણ તથા સ્ટાફના હે.કો. અબ્દુલભાઇ, ઘનશ્યામભાઈ, સરદારસિંહ, વસંતભાઈ વિગેરે દ્વારા મળી આવેલ અજાણી યુવતી સાથે સહિષ્ણુતા ભરી કાર્યવાહી કરી, જેનું નામ પૂછતાં પોતાનું નામ શ્વેતાબેન દિનેશભાઈ બારીયા ઉ.વ.૨૨ રહે.બોડેલી છોતાનગર સોસાયટી, જીલ્લો છોટા ઉદપુર વાળી હોવાનું અને બોડેલી ખાતે પોતાના માબાપ સાથે રહેતી હોવાની અને પોતે અભ્યાસ કરતી હોય અને જે અગાઉ થોડા સમય પહેલા પડી જતા માનસિક બીમારી સબબ ઘરે થી કોઈ ચીજ વસ્તુ લેવા ગયેલ અને બાદમાં બસમાં બેસી ચોટીલા ખાતે આવી ગયેલાની વિગતો જણાવતા, બોડેલી તેના પિતાનો સંપર્ક કરતા, મળી આવેલ શ્વેતાબેને ઘરે પરત આવેલ નહિ જેથી શ્વેતા ના પિતાએ બોડેલી પો.સ્ટે. ગુમ શુદા દાખલ કરવેલ. જે અંગે આજ રોજ ચોટીલા આવતી રહેલ હોવાનું જણાવેલ હતું…..

આમ, ચોટીલા પોલીસ સ્ટાફ દ્વારા મળી આવેલ યુવતી શ્વેતાબેન ઉવ. ૨૨ વાળી ને પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ સાથે રાખી, પૂછપરછ કરી, ઘણા સમયથી જમેલ ના હોય, ભૂખી તરસી હોય, પોલીસ સ્ટેશન ખાતે જમવાનું મંગાવી, તેનાં માબાપ ને તથા છોટા ઉદેપુર જિલ્લા ના બોડેલી પો.સ્ટે. જાણ કરી, તેનાં પિતા દિનેશભાઈ તથા તેમના સગા સબંધીઓ પોલીસ આવતાં, જે યુવતી નો કબ્જો તેનાં પિતા તથા તેમના સગા સબંધી ઓને સોંપવામાં આવેલ…

દરમિયાન પોતાની તા. ૨૯/૪/૧૮ નાં ગુમ થયેલ પુત્રી શ્વેતાબેન ની શોધખોળ બાદ અંતે ચોટીલા પોલીસ ની મદદથી મળી આવતાં, બોડેલીનાં બારીયા પરિવાર નાં પીતા તથા સગા સબંધીઓ પોતાની પુત્રીને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા…

ગુમ થયેલ પુત્રી શ્વેતા બેન નાં પિતા દિનેશભાઈ એ ચોટીલા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર ચોટીલા પોલીસે સાર્થક કર્યું

દિપકસિંહ વાઘેલા,
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY