ચોટીલા આણંદપુર રોડ પર પેટ્રોલિંગ દરમ્યાન એક આરોપી સહિત છકડો રિક્ષા ઝડપી પાડતી ચોટીલા પોલીસ

0
121

 

ગઈ તા. 10.03. 2018 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજી ના મંદિરે ફરિયાદી રાહુલભાઇ રમેશભાઈ સથળીયા રહે. બરવાળા ઘેલાશા, ખામિયાના દરવાજા બહાર, જીલ્લો બોટાદ પોતાનો છકડો રીક્ષા ન. GJ 01 DX 5221 લઈ, ચામુંડા માતાજી ના દર્શને આવેલ અને પોતાનો છકડો પાર્કિગમાં પાર્ક કરી, દર્શન કરવા ગયેલ. દર્શન કરી પાછા આવતા, પાર્કિંગમાંથી છકડો રિક્ષા કી. રૂ. 49000/- નો કોઈ ચોર ઈસમ ચોરી કરી લઇ ગયેલ. જે અંગેની ફરિયાદીએ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇ. પી. ડી. પરમાર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી…

આ ગુન્હામાં છકડો રિક્ષા ચોરી કરતી ગેંગ સંડોવાયેલ હોવાની શક્યતા આધારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આ ગુન્હાની તપાસમાં ગંભીરતા રાખી, ગુન્હો શોધી કાઢવા માટે સુચનાઓ કરવામાં આવેલ હતી…

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.ડી.પરમાર, પોસઈ આઇ. કે. શેખ , જે. જે.ચૌહાણ તથા સ્ટાફના એ.એસ.આઇ. કેતનભાઈ ચાવડા, હેડ કોન્સ. હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, પો.કોન્સ. સરદારસિંહ, વિભાભાઈ, વસંતભાઈ, ઈશ્વરભાઈ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક સીસીટીવી ફૂટેજ આધારે ટેકનીકલ સોર્સ તથા બાતમી આધારે ચોટીલા આણંદપુર રોડ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ દરમ્યાન છકડો રિક્ષા નંબર GJ-01-DX-3312 માં આરોપી સંજયભાઈ સગરામભાઈ મરે ત.કોળી ઉ વ. ૨૭ રહે. કમળાપુર મદાવા રોડ પ્લોટ વિસ્તાર વાળા નીકળતા તેને પૂછ પરછ કરતા તેને આ છકડો રિક્ષા ચોટીલા તળેટી માંથી ગઈ તા.૧૦/૦૩/૧૮ માંથી ચોરી કરેલા ની કબૂલાત કરતા પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પાસેથી ચોરીમાં ગયેલ છકડો રિક્ષા રૂ. 49,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે…..

પકડાયેલ આરોપી દ્વારા છકડાને નિશાન બનાવવામાં આવતા હોવાની વિગતો તપાસ દરમીયાન ખુલવા પામેલ છે. આરોપીની પૂછપરછમાં આરોપીએ ગુન્હાની કબુલાત કરેલ છે અને પોતાની માતા બીમાર હોય, રૂપિયાની જરૂર હોય, છકડો રિક્ષા ચોરી કારેલાની હોવાની કબુલાત કરેલ છે. પોતે મજબૂરીના કારણે આ છકડો રીક્ષા ચોરી કારેલાની અને એક વર્ષ પછી છકડો રીક્ષા ચલાવી, રૂપિયા કમાઈને પાછો છકડો રિક્ષા ચામુંડા તળેટીમાં મૂકી જવાનું નક્કી કરેલા ની પણ કબુલાત કરવામાં આવેલ હતી..

આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી પકડાયેલ આરોપીએ ચોટીલા ઉપરાંત બીજી જગ્યાએ પણ ચોરીના ગુન્હાઓ આચારેલ હોવાની શક્યતા આધારે આરોપી પકડાયા અંગેની જાણ તમામ પોલીસ સ્ટેશન તથા બહારના જિલ્લામાં કરવામાં આવેલ છે…

પકડાયેલ આરોપી બીજા કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? બીજા કોઈ જિલ્લા કે શહેરોના ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ..? પકડાયેલ આરોપીની ગેંગમાં સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ સબબ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.ડી.પરમાર, તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે….

દિપકસિંહ વાઘેલા,
તંત્રી : લીંબડી ટાઈમ્સ ( સાપ્તાહિક)
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY