લીંબડી પંથકમાં ઠેર ઠેર તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવા ની કામગીરી નો પ્રારંભ

0
102

“સુજલામ સુફલામ જળસંચય યોજના” અંતર્ગત અભિયાન…

જળસંગ્રહ વધશે અને ખેતરોને  કાંપ વાળી માટી મળતા જમીન ફળદ્રુપ બનશે

સમગ્ર રાજ્ય ભરની સાથે ઝાલાવાડ માં પણ સુજલામ સુફલામ જળસંચય યોજના અભિયાન નો પ્રારંભ કરાયો છે. ત્યારે લીંબડી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઠેર ઠેર તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવા ની કામગીરી નો પ્રારંભ કરાયો છે.

લીંબડી તાલુકા ના અંકેવાળિયા ખાતે લીંબડી – સુરેન્દ્રનગર સ્ટેટ હાઇવે પર આવેલા ગામ તળાવ ખાતે રાજ્ય ના પુર્વ મંત્રી કિરિટસિંહ રાણા એ જળસંચય કામગીરી નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે લીંબડી તાલુકા યુવા ભાજપ પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા, રાજુભાઈ ઝાલા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ટોકરાળા અને પાંદરી ખાતે ચાલી રહેલા જળસંચય યોજના કામગીરી નો અધિક સચિવ વિપુલ મિત્રાએ સ્થળ પર પહોંચી મુલાકત લીધી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર કે. રાજેશ, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પુર્વ મંત્રી કિરિટસિંહ રાણા એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ની જળસંચય યોજના થકી વરસાદી પાણી નો વધુ સંગ્રહ થશે. તેમજ ગામના પાણી ના તળ ઉંચા આવશે એટલું જ નહીં પણ ખોદકામ કરી કઢાતો માટી કાંપ ખેતરો માં ઠલવાતા જમીન ની ફળદ્રુપતા વધશે. જેથી ખેતી અને ખેડૂતો સમૃદ્ધ બનશે.

તંત્રી લીમડી ટાઈમ્સ
દિપકસિંહ વાઘેલા
લીંબડી. જી.સુરેન્દ્રનગર
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY