ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે ઉકરડા ઓમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 146 તથા બીયર ટીન-10 કુલ કિંમત રૂ. 44,800/- ના મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પાર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે….
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમારને હે.કો. હરદેવસીહ મારફતે બાતમી મળેલ કે, ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે આરોપી રાજુભાઇ વાજસુરભાઇ ખાચર કાઠી દરબાર પોતાના વાડામાં તેમજ બાજુમાં આવેલ ઉકરડાઓમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે અને તેમાંથી કાઢીને વેચાણ કરે છે…..
ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફના પો.સ.ઇ. અાઇ, કે.શેખ હે.કો. અબ્દુલભાઇ,વિભાભાઇ, નરેશભાઇ,અજયસિંહ, હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, વિભાભાઈ, રાયધનભાઈ, સરદારસિંહ, ફારૂકભાઇ.શેખાભાઇ,જીઙીયાભાઇ.સહિતની ટીમ દ્વારા ચોટીલા ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે આરોપી રાજુભાઇ વાજસુરભાઈ કાઠીના વાડામાંથી તેમજ બાજુમાં આવેલ ઉકરડાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરી, રેઈડ કરવામાં આવતા, વાડામાં થી તેમજ ઉકરડા ઓમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 146 તથા બીયર ટીન-10 કુલ કિંમત રૂ. 44,800/- ના મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની રેઇડ દરમિયાન આરોપી રાજુભાઈ વાજસુરભાઈ ખાચર કાઠી દરબાર હાજર મળી આવેલ ન હોઈ, નાસી ગાયેલાનું જાણવા મળેલ હતું…
પકડાયેલ મુદ્દામાલ બાબતે નાસી ગયેલ આરોપી રાજુભાઈ વાજસુરભાઈ ખાચર કાઠી દરબાર વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શેખ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે…
ચોટીલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? નાસી ગયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા નાસી ગયેલ આરોપી રાજુભાઈ વાજસુરભાઈ ખાચર કાઠી દરબારને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે…
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી ( જી.સુરેન્દ્રનગર)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






