સુરત,શુક્રવાર:
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, માનવ સંશાધન વિકાસ મંત્રાલય સ્વચ્છ ભારત મિશનમાં ઉનાળુ વેકેશન- હેતુથી યુવાઓને જોડવા નહેરૂ યુવા કેન્દ્ર સુરત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તા.૧૦ મેથી તા.૩૧મી જુલાઈ સુધી ચાલનાર આ સ્વચ્છ ભારત મિશન અંગે વધુ વિગતો આપતા જીલ્લા યુવા સંયોજક મતિ મનીષા શાહએ જણાવ્યું હતું કે, મિશનમાં યુવા/મહિલા મંડળો, યુવાઓ, રાષ્ટ્રીય સ્વયં સેવકો, એન.એસ.એસ., એન.સી.સી., કોલેજ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા રેલી ભીંત ચિત્રો, જનસંપર્ક દ્વારા સ્વચ્છ ભારતનું નિર્માણ કરીને મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના અવસરે યુવા વર્ગ ઉત્સાહથી શ્રધ્ધાંજલી અર્પણ કરે.
સ્વચ્છ ભારત મિશન દરમિયાન ૧૦૦ કલાકના શ્રમદાન દ્વારા સમય ફાળવી રાષ્ટ્રીયપર્વમાં યુવાઓ પોતાનું યોગદાન આપે જેના માટે મિશનમાં જોડાવા યુવાઓએ http/sbsi.mygov.in વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પોતાના કાર્યનો રીપોર્ટ, ફોટોગ્રાફસ, પ્રેસનોટસ પણ સાઈટ પર રોજ અપલોડ કરવી. શ્રેષ્ઠ કાર્ય કરનારને સ્વચ્છતા મીશન દ્વારા પ્રથમ ક્રમે રૂા.૩૦,૦૦૦, બિજા ક્રમે રૂા.૨૦,૦૦૦ અને ત્રીજા નંબરને રૂા.૧૦,૦૦૦ ઈનામરૂપે અને પ્રમાણપત્રો આપવામાં આવશે. આ સ્વચ્છતા મિશન અંતર્ગત ભીતચિત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, શેરી સાફ-સફાઈ કરીને લોકોને જાગૃત કરવા નહેરૂ યુવા કેન્દ્ર સુરતના સ્વયંસેવકો દ્વારા પ્રયાસો કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







