સેક્સી સ્ટાર સોબિતા સેક્રેડ ગેમ્સના બીજા પાર્ટમાં હશે.

0
13

મુંબઇ,તા. ૬
અનુરાગ કશ્યપની સાથે વર્ષ ૨૦૧૬માં આવેલી ફિલ્મ રમન રાઘવમાં કામ કરી ચુકેલી સોબિતા ધુલિપલા હવે સિક્રેડ ગેમ્સના બીજા પાર્ટમાં નજરે પડનાર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે બીજા પાર્ટમાં કામ કરવા માટે સહમત થઇ ગઇ છે. રિપોર્ટ મુજબ તે તેમની લોકપ્રિય વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સના બીજા પાર્ટમાં કામ કરવા જઇ રહી છે. ફલ્મ નિર્માતા સોબિતાને પ્રથમ પાર્ટમાં પણ કાસ્ટ કરવા માટે ઇચ્છુક હતા પરંતુ તે એ વખતે અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત હતી. તે વખતે સોબિતા જાયા અખ્તરની ફિલ્મમાં કામ કરી રહી હતી. હવે તે ફ્રી દેખાઇ રહી છે. આ જ કારણસર બીજા પાર્ટને બનાવી લેવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે. તે પ્રથમ પાર્ટમાં નવાજુદ્દીન સિદ્દીકી અને સેફ અલી ખાનની સાથે કામ કરી શકી ન હતી. તાજા સમાચાર એ છે કે તે હવે અનુરાગની સાથે કામ કરી રહી છે. અનુરાગની પ્રથમ પસંદગી સોબિતા પહેલાથી જ રહી છે. અનુરાગે વાત કરતાની સાથે જ સોબિતાએ આ વખતે તૈયારી દર્શાવી હતી. આ વેબસિરિઝ અનુરાગ કશ્યપ નિર્દેશિત રહેનાર છે. પ્રથમ પાર્ટમાં લોકો ખુબ પ્રભાવિત થયા હતા. તેની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. હવે બીજા પાર્ટને લઇને તૈયારી શરૂ કરવામાં આવી છે. ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી પ્રથમ ભાગને સારો પ્રતિસાદ મળ્યા બાદ હવે બીજા ભાગને લઇને ચાહકો ભારે આશાવાદી છે.
સોબિતા મુખ્ય રીતે મોડલિંગ અને ફેશન સાથે જાડાયેલી સ્ટાર છે. જા કે તે ફિલ્મી કેરિયરને લઇને પણ આશાવાદી બનેલી છે. આગામી દિવસોમાં તેની પાસે કેટલાક નવા પ્રોજેક્ટ આવી શકે છે. જા કે હાલમાં તેની પાસે મુખ્ય અભિનેત્રી તરીકેની કોઇ ફિલ્મ આવે તેવી શક્યતા ઓછી છે. ફિલ્મી દુનિયામાં નવી નવી અભનેત્રીઓની એન્ટ્રી થઇ રહી છે. જેથી સ્પર્ધામાં ટકી રહેવામાં લોકપ્રિય અભિનેત્રીઓને પણ હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY