લિબડી માં નવ વિદ્યાર્થી ટોપ ટેનમાં.

0
106

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ જાહેર થતાં લીંબડી ઇલતાલુકાની સ્કૂલોમાં ટોપટેન માં વિદ્યાર્થી ઓ માં સાત વિધાર્થિઓ નિલકંઠ વિધાલયનાં તેમજ સરસ્વાતી સ્કુીલનાં બે વિદ્યાર્થીઓ

ગઈ કાલે જ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં લીંબડી તાલુકામાં ટોપટેન વિધાર્થિઓમાંથી ૭ વિધાર્થિઓ નિલકંઠ વિધાલયનાં આવેલ છે. છેલ્લાા અમુક વર્ષ થી વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓછું આવે છે ત્યારરે આ વર્ષે વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ખુબ જ સારું આવેલ છે.
ત્યારરે લીંબડી તાલુકામાં ટોપટેન વિધાર્થિઓમાંથી ૭ વિધાર્થિઓ તો ફકત લીંબડી નિલકંઠ વિધાલયનાં જ છે. જેમાં પ્રથમ નંબર મેળવનાર વિધાર્થિનીને ૯૯.રર પી.આર. આવેલ છે. આમ પ્રથમ નંબર મેળવનાર આદેશરા શ્રુતિ ચેતનભાઇ એ ૯૯.રર પી.આર. સાથે, બીજો નંબર મેળવનાર પટેલ જાનવીબેન નંદલાલભાઇ એ ૯૮.૧૦ પી.આર. સાથે, ત્રીજા નંબર પર પટેલ દિવ્યલ મહેશભાઇ એ ૯૭.૭પ પી.આર. સાથે, ચોથા નંબર પર મકકમપરા શ્રધ્ધાર રસીકભાઇ એ ૯૭.ર૪ પી.આર. સાથે, પાંચમાં ક્રમે પટેલ પાર્થ મયુરભાઇ એ ૯પ.પ૧ પી.આર. સાથે, છઠા ક્રમ પર પટેલ મયુર શૈલેષભાઇ એ ૯પ.૪૦ પી.આર. સાથે, તેમજ સાતમા નંબર પર પટેલ મૌલીક રજનીકાંતભાઇ એ ૯૪.૬૧ પી.આર. મેળવેલ છે. આમ લીંબડી નિલકંઠ વિધાલયનાં વિધાર્થિઓએ સ્કુ લ તથા પોતાના પરિવારનું ગૌરવ વધારેલ છે.
સાથે સાથે જોવા જઈએ તો લીંબડી ની સરસ્વોતિ સ્કુ લનાં બે વિધાર્થિઓ પણ સારા પી.આર. સાથે પાસ થયેલ છે. જેમાં રોજાસરા ધાર્મિક જગદીશભાઇ એ ૯૩.ર૪ પી.આર. મેળવેલ છે. તેમજ શાહ જયરાજ હિતેષભાઇ એ ૮૦.ર૩ પી.આર. મેળવેલ છે. શાહ જયરાજ હિતેષભાઇને ગત વર્ષે જી.બી.એસ. નો રોગ હોવા છતાં તેમજ તેમની સ્થિતી સારી ન હોવા છતાં પરિક્ષાની તૈયારી પણ કરી શકે તેમ ન હતા તો પણ તેમના શિક્ષકો દ્રારા સારી તૈયારી કરાવીને સારા પી.આર. લાવેલ છે. જો આવી પરિસ્થિનતી ન સર્જાઇ હોત તો તેમને વધુ સારા પી.આર. આવવાની શકયતાઓ હતી. તેમ છતાં પણ તેમની આવી પરિસ્થિતીમાં પણ સારી મહેનત કરી ઉતીર્ણ થયેલ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY