ભુજના ભારાસરમાં નાણાંની લેતીદેતીમાં ધિંગાણામાં ત્રણ યુવક પર છરીથી હુમલો

0
359

ભુજ તાલુકાના ભારાસર ગામે અગાઉ વેચાયેલી જમીનના નાણાં અંગે યુવકને સગા ભાઈ સહિતના ત્રણ જણાંએ મુઢ માર મારી છરીથી ઘાયલ કર્યો છે.

ગત સાંજે નોંધાયેલી ફરિયાદ અનુસાર અબ્બાસ ઈસ્માઈલ સમા (ઉ.વ.23)ને બુધવારે રાત્રે તેના ભાઈ અનવર ઈસ્માઈલ સમાએ ગામના વથાણ ચોકમાં બોલાવ્યો હતો. જ્યાં અગાઉ વેચાયેલી જમીનના નાણાંની લેતી-દેતી અંગે અનવરે અબ્બાસ સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી.

ડખ્ખા વખતે અનવર સાથે રહેલાં અલ્તાફ રમજાન નોતિયાર અને નુરમામદ સુમરાએ પણ અબ્બાસ સાથે ગાળાગાળી કરી હતી. બોલાચાલી દરમિયાન નુરમામદે છરી કાઢી અબ્બાસ પર હુમલો કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અબ્બાસે આડો હાથ કરી દેતાં છરી તેના હાથમાં વાગી હતી. બનાવ અંગે માનકૂવા પોલીસે આઈપીસી 323 સહિતની કલમો તળે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે.
રિપોર્ટર ગૌતમ બુચિયા (ભુજ-કચ્છ)
મો.૯૭૧૪૦૬૫૪૦૫

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY