ધ્રાંગધ્રા ખાતે એપ્રેન્‍ટીસ ભરતી મેળો યોજાશે

0
29

સુરેન્‍દ્રનગર : જનરલ મેનેજરશ્રી, જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર, સુરેન્‍દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર, સુરેન્‍દ્રનગર દ્વારા જિલ્‍લા રોજગાર કચેરી, સુરેન્‍દ્રનગર અને ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા – ધ્રાંગધ્રાના સહયોગથી તા.૧૭/૫/૨૦૧૮ના રોજ સવારના ૧૦-૦૦ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા હળવદ રોડ, ધ્રાંગધ્રા ખાતે એપ્રેન્‍ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં સુરેન્‍દ્રનગર જિલ્‍લાનાં ધ્રાંગધ્રા તથા પાટડી વિસ્‍તારના ખાનગી ક્ષેત્રના વિવિધ ઔદ્યોગિક એકમો તેઓની એપ્રેન્‍ટીસની માન્‍ય જગ્‍યાઓ સામે ઉમેદવારોની પસંદગી માટે ઉપસ્થિત રહેનાર હોઈ, ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના ધોરણ-૮ થી ધોરણ-૧૨ પાસ, આઈ.ટી.આઈ. પાસ, ડિપ્‍લોમાં, ડીગ્રીમાં કોઈપણ સ્‍નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા બાયોડેટા (ચાર નકલમાં), પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ તથા આધારકાર્ડ સાથે સ્‍વખર્ચે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયું છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી ( જી.સુરેન્દ્રનગર)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY