ભારતને ઝટકો: ઝાકિર નાઈક અમારા દેશમાં જ રહેશે: મલેશિયા પીએમ

0
50

ન્યુ દિલ્હી/કુઆલાલામ્પુર,તા.૬
વિવાદિત ઈસ્લામિક ઉપદેશક ઝાકીર નાઈકના પ્રત્યાર્પણના મામલામાં મલેશિયાએ ભારતને મોટો ફટકો માર્યો છે.
મલેશિયાના વડાપ્રધાન મહાતિર મહોમ્મદે કહ્યુ હતું કે મલેશિયા હાલમાં ઝાકીર નાઈકને ભારતને નહી સોંપે.ઝાકીર નાઈક મલેશિયાનો નાગરિક છે અને જ્યાં સુધી તે મલેશિયામાં કોઈ તકલીફ ઉભી નથી કરતો ત્યાં સુધી તેને ભારત સરકારને સોંપવાનો સવાલ ઉભો થતો નથી.
આ પહેલા એવી ખબર આવી હતી કે નાઈક બુધવારે ભારત આવી શકે છે.જાકે વિદેશ મંત્રાલયે આ અહેવાલો ખોટા હોવાનુ કÌšં હતું.પાછળથી ઝાકીર નાઈકે પોતે પણ આ વાતનુ ખંડન કર્યુ હતુ.ઝાકીર નાઈકે કહ્યુ હતું કે જ્યાં સુધી ભારતમાં નિષ્પક્ષ સરકાર ના હોય ત્યાં સુધી ભારત વાપસી શક્્ય નથી.
બાંગ્લાદેશમાં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓ નાઈકથી પ્રભાવિત હોવાની વાત બહાર આવ્યા બાદ સરકારે તેની સામે કાર્યવાહી કરી હતી.એ પછી નાઈક ૧ જુલાઈ, ૨૦૧૬ના રોજ ભારત છોડીને જતો રહ્યો હતો. નાઈકના એનજીઓ પર પણ સરકારે પ્રતિબંધ મુકી દીધો છે.
માત્ર બાંગ્લાદેશના આતંકવાદીઓ જ નહી પણ ભારતમાંથી ઈસ્લામિક સ્ટેટમાં જાડાયેલા અને બાદમાં ભારત પાછા આવેલા યુવાનોએ પણ તેઓ ઝાકીર નાઈકના ભાષણથી પ્રભાવિત હોવાની વાત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY