સુરત,તા.૧૭
હાલમાં સ્કુલોમાં ઉનાળુ વેકેશન હોવાથી ગલતેશ્વર મહાદેવ મંદિર લોકોનો ઘસારો ખુબ જ હોવાથી ચોરી કરતી ટોળકી પણ પોતાની કસબ અજમાવી જાય છે. બુઘવારે મોબાઈલ અને રોકડની ચોરીને જતા બે ઈસમને લોકો પકડી પાડીને મુંડન કરાવ્યું હતું.
ગલતેશ્વર મહાદેવ મંદિરે બુઘવારના રોજ સુરતથી આઠ થી દસ લોકોનું એક ગ્રુપ મંદિરે દર્શન કરીને ન્હાવા માટે ગયા હતા.ન્હાવા જતા દસ હજાર રોકડા અને આઠ મોબાઈલ ભરેલું પાકિટ મુક્યું હતુ.જે પાકિટ ચોરી થઈ જતા મંદિરના સીસીટીવી કેમરામાં તપાસ કરતા બે યુવકોએ પાકિટ તફડાવ્યું હોવાનું ખુલ્યું હતું. પાકિટ ચોરનારા બન્ને આખરે પકડાયા હતા. રોષે ભરાયેલા લોકોએ બંને ચોરોનું મુંડન કરાવીને કામરેજ પોલીસને સોંપ્યા હતા.
કામરેજ તાલુકાના ટીંબા ગામે તાપીનદીના કિનારે આવેલા પ્રસિદ્ધ ગલતેશ્વર મહાદેવ મંદિરે હાલમાં સ્કુલોમાં ઉનાળુ વેકેશન હોવાથી લોકો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.જેમાં બુઘવારના રોજ સુરતથી આઠ થી દસ લોકોનું એક ગ્રુપ મંદિરે દર્શન કરીને ન્હાવા માટે ગયા હતા. ન્હાવા જતા દસ હજાર રોકડા અને આઠ મોબાઈલ ભરેલું પાકિટ મુક્યું હતું.જે પાકિટ ચોરી થઈ જતા મંદિરના સીસીટીવી કેમરામાં તપાસ કરતા બે યુવકોએ પાકિટ તફડાવ્યું હોવાનું ખુલ્યું હતું.
રોષે ભરાયેલા લોકોએ બન્ને ચોરોને મેથીપાક આપ્યો હતો. અને રોકડા આઠ હજાર અને આઠ મોબાઈલ કબજે લીધા હતા.અને બાદમાં વાળંદને બોલાવીને બંને ચોરોનું મુંડન કરાવીને કામરેજ પોલીસને સોંપવામાં આવ્યા હતા.પરંતુ પોલીસ સ્ટેશનમાં સુરતથી આવેલા પર્યટકો કે મંદિરના કોઈ ટ્રસ્ટીઓ ફરિયાદ આપવાનુ ટાળ્યું હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





