ન્યુ દિલ્હી/ગુવાહાટી,તા.૨૨
અલગ અલગ સ્થાનીક સમુદાયોથી સંબંધીત ઓછામાં ઓછા ૪૦ સંગઠનોએ નાગરિકતા સંશોધન બિલ-૨૦૧૬નો વિરોધ કરવા માટે ૨૩ ઓક્ટોબરે આસામ બંધનું એલાન કર્યું છે. ખેડૂતોની મુકિત સંગ્રામ સમિતિ (કેએમએસએસ)ના નેતા અખિલ ગોગોઇએ આ મામલે કહ્યું કે આસામ જાતિવાદી યુવા વિદ્યાર્થી પરિષદ (એજેવાઇસીપી) અને અન્ય ૪૦ સંગઠનોએ બંધ માટે હાથ જાડાયા છે.
આસામ બંધના એલાન પર ગોગોઇએ કહ્યું કે, ‘ભાજપ સરકાર આસામની જાતી, માટી અને દીકરીની રક્ષાનું વચન આપી અહીંયા સત્તામાં આવી હતી. પરંતુ તેઓ તેમના વચનોથી ફરી ગયા અને સ્થાનીય સમુદાયોની સામે એક ષડયંત્ર બનાવી રહી છે.’ ગોગોઇએ કહ્યું કે ‘આસામની બીજેપી સરકાર બંધારણ સંશોધન બિલ દ્વારા હિન્દુ બંગાળીઓને નાગરિકાતા આપવા માંગે છે. મેઘાલયમાં કેબિનેટના બિલનો વિરોધ કરવાનો નિર્ણય પહેલાથી જ કરી લીધો છે. જ્યાં ભાજપ પણ સરકારનો ભાગ છે.’
તેમણે કહ્યું હતું કે, ‘અમે પૂરી તાકાત સાથે બિલનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. કેમકે તે આસામમાં સ્થાનીય સમુદાયોને પ્રભાવિત કરશે.’ ગોગોઇએ આસામ સરકાર પાસે હિન્દુ બંગાળીઓના એક સંગઠન દ્વારા નાગરિકાતા બિલના સમર્થનમાં ૧૭ નવેમ્બરના રોજ આયોજીત એક સમ્મેલનને રોકવાની માંગ પણ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



