પોઇચા નર્મદા નદીમાં સ્નાન કરવા આવેલા જામનગર ના પરિવારની ગાડી માંથી 34 હજાર ની ચોરી 

0
35

જામનગર થી પરિવાર સાથે ફરવા નીકળેલા નકુમ પરિવાર નર્મદા નદી માં સ્નાન કરી પરત પોતાની કાર પાસે આવતા કાર નો કાચ તોડી કોઈ અંદર થી ડેબિટ કાર્ડ,રોકડ,મોબાઈલ લાઇસન્સ સહીત ના સામાન ની ચોરી કરી નાશી ગયું હતું

રાજપીપળા: જામનગર થી વેકેશન માં ફરવા નીકળેલા નકુમ પરિવાર ગતરોજ પોઇચા ની નર્મદા નદી પર પોતાની કાર માં સ્નાન કરવા આવ્યું હતું જ્યાં કાર થોડે દૂર મૂકી પરિવાર ના સભ્યો નદી પર ગયા અને સ્નાન કરી પરત આવતા જોયું તો કાર નો પાછળનો કાચ તૂટેલો જણાતા અંદર તપાસ કરતા પાકીટ માં મુકેલા સમાન અને રોકડ મળી 34000/- ના મુદ્દામાલ ની ચોરી થઈ હતી જેમાં એ ટી એમ કાર્ડ,ડેબિટ કાર્ડ,રોકડ રકમ,લાઇસન્સ,આધાર કાર્ડ,મોબાઈલ સહિતની વસ્તુઓ કોઈ ચોરી કરી લઈ જતા આ બાબતે વિજયકુમાર હીરાલાલ નકુમ એ રાજપીપલા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તપાસ પી એસ આઈ વી એસ ગઢવી ચલાવી રહ્યા છે.

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY