૭૭ ગરીબ પરિવારો શાતિર કૌભાંડીના છેતરપિંડીનો ભોગ બન્યા

0
116

અમદાવાદ,
તા.૫/૪/૨૦૧૮

બાઈકોની લોન લેવા આવતા ગ્રાહકોના ડોક્યુમેન્ટ્‌સ પર મોંઘી કારની ખરીદી

અમદાવાદના ૭૭ પરિવાર સાથે ચાર કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. ગરીબીમાં જીવતા લોકોના નામ પર મોંઘી કાર લોન લઈને બેન્ક અધિકારીઓ અને ભેજાબાજ લીલા લહેર કરી રહ્યા છે. જયારે પીડિત પરિવાર ભયના ઓથર હેઠળ જીવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા પરિવારો હાલ ભય નીચે જીવી રહ્યા છે. આ તમામ લોકો એક શાતીર કૌભાંડીના છેતરપિંડીનો ભોગ બન્યા છે. વર્ષ ૨૦૧૬માં મુકરમ શેખે વટવામાં બોમ્બે મોટર નામની ભાડાની દુકાન બનાવી હતી. મુકરમ શેખ અને તેના મળતિયાઓએ ભેગા મળી લોકોને છેતરવાનું શરૂ કર્યુ હતું. બાઈકોની લોન લેવા આવતા ગ્રાહકોના ડોયુમેન્ટ્‌સ લઈને તેના પર મોંઘી મોંઘી કાર ખરીદી કરતા હતા. એક જ વર્ષમાં મુકરમ શેખે ૭૭ લોકોના ડોક્્યુમેન્ટ્‌સ પર કાર ખરીદી લીધી હતી અને ડોયુમેન્ટ્‌સ આપનાર લોકોને બનાવ્યા હતા દેવાદાર.

મુકરમ શેખે પોતાની જાળમાં ગરીબ લોકોને ટાર્ગેટ કર્યા હતા. બેન્ક પણ એક જ રાખવામાં આવી હતી અને એ છે જીસીએસ બેન્ક મણિનગર. બેંકના અધિકારીઓ અને કર્મચારીઓના મેળા પીપણાથી આ તમામ લોકોને ફક્ત નોટિસો ના રૂપમાં જ કાર મળી હતી. બેન્કના હપ્તા ભરી ન શકતા તમામ લોકોને ત્રણ ત્રણ મહિના જેલમાં જવાનો પણ વારો આવ્યો હતો.

એક જ બેન્ક એક જ ભેજાબાજ અને આવક અને વેરિફિકેશન વગર કેવી રીતે આવડી મોટી રકમની લોન મળી તે પણ અહીં સવાલ થઇ રહ્યો છે. જીસીએસ બેન્કના મેનેજર આ ઘટનાબાદ ટ્રાન્સફર લઈને જતા રહ્યા છે. ત્યારે લોકો હવે આ ભ્ર્‌ષ્ટાચારીઓ ના ભોગ ના લીધે હેરાન પરેશાન થઇ ચુક્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY