ગામનીજ એક મહિલા સાથે હવસખોર વ્યક્તિ દ્વારા શરીર સંબંધ બાંધવા ની માંગ કરતા મુક્કા મારી મહિલા ના દાંત તોડ્યા
રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના બીતાડા ગામે રહેતી બચીબેન ભરતભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેમનાજ ગામનો કાલિદાસ ભીખજીભાઈ નામના વ્યક્તિ એ ગતરોજ રાત્રે નવેક વાગે બચીબેન નો હાથ પકડી શરીર સંબંધ બાંધવા માંગ કરતા એ બાબતે આ બેને ઇન્કાર કરતા કાલિદાસે ગાળાગાળી કરી મારમારી તેમજ મોઢામાં મુક્કા મારી બે દાંત પણ પાડી નાખી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે બચીબેન ની ફરિયાદ ના આધારે રાજપીપલા પોલીસે કાલિદાસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તપાસ રાજપીપલા પોલીસ સ્ટેશન ના મહિલા પી એસ આઈ એસ ડી પટેલ કરી રહ્યા છે.
ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






