મારી આત્મકથાનું નામ મારી માંના નામથી હશે : ગોવિંદા

0
12

મુંબઈ,તા.૩૧
બોલીવુડમાં પોતાની એક્ટીંગ કોમેડી અને ડાન્સના કારણે જાણીતો આ અભિનેતા ગોવિંદા હાલ તેની આગામી ફિલ્મ ‘રંગીલા રાજા’ને લઈને ચર્ચામાં છે. ગોવિંદા આ સમયે પોતાની આ ફિલમના પ્રચારમાં પડ્યો છે. એક રિપોર્ટ અનુસાર ગોવિંદા હવે પોતાની આત્મકથા લખવાનો છે. જેને તે આવતા વર્ષે પૂર્ણ કરશે.
ગોવિંદાનું કહેવુ છે કે હું મારી આત્મકથા તો લખી નાખત પણ મને બહારથી પૈસા નહોતા મળતા. હાલતો ૩થી ૪ વર્ષ હું કંઈ લખવાનો નથી. પણ હું જ્યારે ૫૭ કે ૫૮ વર્ષનો થઈ જઈશ મારી આત્મકથા લખીશ. મારી આત્મકથા વેચાઉ નહી હોય. હું મારા જીવનનો કોઈ પલ ભૂલતો નથી.
મને બધુ જ યાદ હોય છે પછી તે સારૂ હોય કે ખરાબ. કેમકે મે ગાત્રીમંત્રના ખુબજ પાઠ કર્યા છે હું ખુબજ આસ્તીક છુ. ભગવાનમાં વિશ્વાસ ધરાવુ છુ. મારી આસપાસ પણ પોઝિટીવ એનર્જી રહે તે ખાસ જાઉ છુ. મારા ચહેરા પર તમે જે સતત સ્મીત જૂઓ છો તે કુદરતની દેન છે.
ગોવિંદાએ જણાવ્યુ કે તેમની આત્મકથા તેમની માતાથી શરૂ થશે, પોતાની આત્મકથાના નામ અંગે ગોવિંદાએ કહ્યું કે મારી આત્મકથાનું નામ મારી માંના નામથી હશે. હું દાવો કરૂ છુ કે જા કોઈ મારા આ પુસ્તકને વાંચશે પોતાની માં સાથે ક્્યારેય ખરાબ વ્યવહાર નહી કરે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY