કર્ણાટક વિધાનસભા માં ભાજપ મુખ્યપ્રદાન ના શપથ નો ભરૂચ કોંગ્રેસ દ્વારા વિરોધ

0
18

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના
પરિણામ બાદ ભાજપાના યેદુયુરપ્પાને મુખ્યપ્રધાન બનાવાતા કોંગ્રેસ ધ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાતા ભરૂચ જીલ્લા કોંગ્રેસ ધ્વારા પણ રેલ્વે સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભરૂચ ના રેલ્વે સ્ટેશન પાસે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાની માં અન્ય હોદ્દેદારો અને કાર્યકરો એકત્રિત થયા હતા ભાજપે લોકશાહીનું ખૂન કરાયું હોવાના આક્ષેપ સાથે ભારે સુત્રોચ્ચાર સાથે કોંગીજનો એ વિરોધ પ્રદર્શન કર્તા વાતાવરણ ગરમાયું હતું.

કર્ણાટકમાં યોજાયેલ વિધાનસભા ની ચૂંટણીમાં ભાજપા દ્રારા બહુમત લાવી સરકાર બનાવાનો દાવો કરાતા કર્ણાટકના રાજ્યપાલ વજુવાળાએ ભાજપા ને સરકાર બનાવાનું આમંત્રણ આપતાં અને ૧૫ દિવસમાં બહુમત બતાવાની વાત કરાતા ભારતના કોંગ્રેસ પાર્ટી કાર્યકરો નારાજ થયા હતાં જેના વિરોધમાં આખાય ભારતમાં આજ રોજ ભાજપા સામે વિરોધ પ્રદર્શનો યોજાયા હતાં.

આ વિરોધ પ્રદર્શનમાં પહેલાં થીજ પરિસ્થિતિ જાણી ગયેલ પોલીસ દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.જોકે પૂતળા દહનના કાર્યક્રમ હોઈ પોલીસ દ્રારા દરેક કાર્યકરો પર ચાંપતી નજર રાખી કૉંગેસ કાર્યકરોને પોતાના વિરોધ પ્રદર્શનમાં સફળ નહીં થવા દીધાં હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ
મો:-9537920203.

.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY