પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો….

0
183

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા આણધરા ગામ ખાતે પત્ની અને તેના પ્રેમીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા આણધરા ગામ ખાતે રહેતા ચંપક ગણપત ચાંદીઆ,(વસાવા) ઉમર વર્ષ ૩૭ નાઓ લગ્ન સુરંદા સાથે થાય હોઈ બંનેવ ને લગ્ન સમય ગાળા દરમ્યાન ૨ દીકરા અને એક દીકરી થાય હોઈ બે વર્ષ વર્ષ પહેલાં સુરંદાની ગામમાંજ રહેતાં મોતીરામ મનું વસાવા સાથે આંખ મળી જતાં બંનેવ જાણ ગામ છોડી ભાગી ગયા હતાં.

જોકે બે વર્ષ બહાર રહ્યા બાદ છેલ્લાં ૫ મહિના પહેલાં મોતીરામ અને સુરંદા મોટા આણધરા ગામ ખાતે શાંતિલાલના ખેતરમાં રહેવા આવ્યા હતાં.જોકે થોડાં દિવસ બાદ સુરંદા પોતાની દીકરીને પોતાની સાથે લઈ ગઈ હતી.તેથી ગતરોજ ચંપક પોતાની દીકરીને મળવા જતા મોતીરામ અને તેની પ્રેમિકા સુરંદા અને શાંતિલાલએ ભેગા મળીને ચંપકને માથાના ભાગે કુહાડી ના ઘા મારીને મોત ઘાટ ઉતારીને હત્યા કરીને ત્રનેવ ફરાર થઈ ગયા હતાં.

બનાવ અંગેની જાણ ગ્રામજનો દ્રારા ઝઘડિયા પોલીસ મથકે કરાતા પોલીસ દ્રારા ઘટના સ્થળ પર પહોંચી લાશનો કબ્જો મેળવી લાશને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ફાફર આરોપીઓ ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY