પાણી એ આપણી જીવન જરૂરિયાત છે. એવા માં ઉનાળા ના ધોમ-ધખતા તાપ માં પાણી એ ગુજરાત ની બહું જ મોટી સમસ્યા બની ગઇ છે એવા માં હળવદ તાલુકા ના ઈશનપુર ગામે પાણી ચોરી પકડાતા સરપંચ અને ગામ લોકો મા રોષ ફાટી નીકળ્યો હતો.
સરકાર હાલ મા પાણી બચાવો અભિયાન માટે અનેક જાહેરાતો કરે છે ત્યારે હળવદ તાલુકા ના ઈશનપુર ગામે પાણી ચોરી પકડાતા લોકો મા રોષ ની લાગણી ફેલાઈ હતી.
મળતી વિગત મુજબ જુના ઈસનપુર ગામ ની અંદર છેલ્લા 10 દિવસ થી પીવાનુ પાણી મળતુ નથી.તેમજ માલ ઢોર ને પણ પીવા માટે પાણી અને ધરવપરાશ માટે પાણી મળતુ નથી ,આ ગામ ની અંદર અજીતગઢ જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ખેતાવાવ સમ્પ માથી જુના ઈસનપુર ગામ મા પાણી પુરવઠા બોડઁ ની પાણી ની લાઈન માથી આવે છે .ત્યારે ગામ લોકો અને સરપંચ તપાસ કરતા નવા ઈસનપુર ના રહેવાસી સુરેશભાઈ રુપાભાઈ કણજરીયા ની વાડીએ તપાસ કરતા આ આરોપી એ પાણી પુરવઠા ની લાઈન મા ગેરકાયદેસર રીતે લાઈન તોડીને વાલ મુકી પાણી ચોરી કરે છે.અને સરકારી મિલ્કત ને નુકશાન કરેલ છે .
આ તપાસ કરવા માટે સરપંચ સહીત લોકો એ રેડ પાડી હતી પુરાવા રુપે વીડીયો તેમજ ફોટો પાડેલ અને આ આરોપી બાદ બીજા પણ અન્ય કોઈ વ્યકતી જો આમ ગેરકાયદેસર રીતે પાણી ચોરતા હોઈ તો તાત્કાલીક ધોરણે કાયઁવાહી કરવા વિંનતી કરી હતી.
ગ્રામજનો અને સરપંચ એ આક્રોસ સાથે મામલતદાર કચેરી ,તાલુકા કચેરી અને પોલીસ સ્ટેશન હળવદ ખાતે આવેદન પત્ર આપ્યુ હતુ અને જણાવ્યુ હતુ કે જો આ ગુન્હા ના આરોપી સામે કોઈ કાયદેસર નો ગુન્હો નોંધી કાયઁવાહી જરુરી પાંચ દિવસો મા કરવામા નહી આવે તો ગાંધીચિંધ્યા માગઁ એ જઈ આંદોલન કરશુ અને વધુ મા જણાવ્યુ હતુ કે તમામ ગ્રામજનો સરકારી કચેરી એ ભુખહડતાલ પર ઉતરશુ અને વધુ જરુર પડશે તો આત્મવિલોપન કરવા પણ મજબુર થશુ.આ બાબત ની ગંભીર નોંધ લેવી.આ મામલે ઈશનપુર ગામ ના સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યા મા જોડાયા અને આવેદન પત્ર આપ્યુ હતુ.


મયુર રાવલ હળવદ મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





