ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રિના સમયે ભરૂચના જેપી કોલેજ રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બી-ડિવીઝનના પોલીસ કોન્સ્ટેબલ અને સી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે બોલાચાલી થયા બાદ એક પોલીસ કોન્સ્ટેબલ દ્રારા કાચની બોટલ બીજા અન્ય પોલીસ કોન્સ્ટેબલના માથામાં મારી દેતાં ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભરૂચની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયારે બી ડિવિઝન પોલીસ મથકનાં હુમલાખોર કોન્સ્ટેબલ ત્યાંથી ફરાર થઈ ગયા હતો હાલમાં તો પોલીસે કોન્સ્ટેબલ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ જયેશ રમેશ ચૌધરી રાત્રીના સમયે જે.પી.કોલેક પર વાહન ચેકિંગમાં હતા. તે દરમ્યાન કોલેજ રોડ ઉપર એક વાહન આવતા તેને રોકી ચાલકની પૂછપરછ કરતા વાહનચાલકે બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ હિતેશ મનહર ગોહિલની હોવાનું જણાવ્યું હતું અને ઓળખાણ આપી દાદાગીરી કરી કરી હતી.
બી ડિવિઝનના પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલને સ્થળ ઉપર બોલા ચાલી થતાં સી ડિવિઝનના પોલીસ કર્મી જયેશ રમેશ ચૌધરીએ બી-ડિવીઝનના પોલીસ કર્મી હિતેશ મનહર ગોહિલ વચ્ચે બોલા ચાલી થઈને તું તું મેં મેં થતાં ઉશ્કેરાયેલા બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ હિતેશ મનહર ગોહીલે પોતાના ખિસ્સામાં રહેલી કાચની બોટલ જયેશ ચૌધરીના માથામાં મારી દેતાં જયેશના માથાના પાછળના ભાગેથી લોહીની નીકળતાં લોહીલુહાણ હાલતમાં
તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે હુમલા ખોર પોલીસ કોન્સ્ટેબલ હિતેશ ગોહિલ હુમલો કરી જગ્યા પરથી ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ કાવા તથા તાલુકા પોલીસ મથકના પી.આઈ લાડવાએ ઇજાગ્રત જયેશ ચૌધરીની મુલાકાત લઇ બી ડિવિઝન પોલીસ મથકના હુમલાખોર પોલીસ કોન્સ્ટેબલ હિતેશ મનહર ગોહિલ સામે મારા મારી કરી ઘાતક હુમલો કરવા અંગેનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ હંમેશા લો એન્ડ ઓર્ડર સાચવાનું કામ કરતી હોય છે પરંતુ જો પોલીસ જાહેરમાં અંદરો અંદર આ રીતે લડશે તો લોકોની વચ્ચે થી પણ પોલીસનો ખોફ ઓછો થઈ જશે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






