ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે નવા છાપરા ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

0
211

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અંકલેશ્વરના નવા છાપરા ગામેથી બે અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાનાં નવા છાપરા ગામમાં વિદેશી દારૂના બે અલગ અલગ કેસ કરવામાં આવ્યાં છે. જેમાં એક ગુનામાં આરોપી વિજયકુમાર ઉર્ફે સુનિલકુમાર હસમુખ વસાવા,રહે,કોંઢ,વડ ફળિયું, વાલિયાના પાસેની એક્ટિવા ગાડીમાં અલગ અલગ બનાવટની ઈંગ્લીશ અને બિયરની બોટલો નંગ ૭૨ તથા એક્ટિવા તથા રોકડા રૂપિયા મળીને કુલ ૩૮,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે બીજા અન્ય કેસમાં નવા છાપરા ગામે આરોપી હિતેશ ઉર્ફે મકો દિલીપ વસાવા,રહે,નવા કાસીયાનાઓ પોતાની એક્ટિવામાં દારૂની હેરાફેરી કરતાં પોલીસે પકડવા જતા ગાડી મૂકીને ભાગી ગયો હતો.પોલીસે તેની પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ તથા એક્ટિવા તથા મોબાઈલ મળીને કુલ રૂપિયા ૫૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને ગુનો દાખલ કરીને ફરાર આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY