આજ રોજ ભરૂચના એપીએમસી બજારમાં અન્ય સ્થળોએ કેરીઓના વેપારીઓ પર ફ્રુડ એન્ડ ડ્રગ્સની ટીમે દરોડા પાડી ૩૧૮ કિલો કેરીનો જથ્થો ઝડપી પાડી નાશ કર્યો હતો. કેરીઓ ઉપરાંત ફ્રુડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્રારા ૩ કિલો ઈથીલીન /કારબાઇડ પાવડર ના પડીકા પણ જપ્ત કરી નાશ કર્યો હતો.

ઉનાળાની શરૂઆત થાય અને ફળોના રાજા કેરીની સિઝન જોરશોરમાં ચાલુ થઈ જાય છે શહેરો,ગામડાંઓ,પોળો,
સોસાયટીઓમાં કેરીની લારીઓ ભરાઈ ભરાઈને વેચાણ માટે આવે છે ત્યારે ભરૂચ શહેરમાં કેરીની સિઝન જામવા સાથે તેને ઈથીલીન/કારબાઇડ ના પાવડર દ્વારા પકવવાની અને અખાદ્ય કેરીના વેચાણની પણ ફરિયાદો પણ ઉઠવા પામી છે.આ ફરિયાદો ના આધારે ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ્સના ઈન્સ્પેકટર એ.આર.વલવી સહિત અન્ય કર્મચારીઓની ટીમે ભરૂચ એપીએમસી બજારમાં કેરીના જથ્થા બંધ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરતા પાવડર થી કેરીઓ પકવતા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
જોકે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ માં અખાદ્ય કેરીનું વેચાણ કરાતું હોવા સાથે કેરી ને સ્વાસ્થ્ય માટે નુકશાનકારક અને પ્રતિબંધિત એવા ઈથીલીન/કારબાઇડ પાવડર ના પડીકા પણ મળી આવ્યા હતા.
ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૩૧૮ કિલો કેરીના જથ્થાનો નાશ કરવા સાથે ૩ કિલો જેટલો ઈથીલીન પાવડર /કારબાઇડ ના પડીકા પણ જપ્ત કરી તેના પર પણ પાણી નાખી નાશ કરવામાં આવ્યો હતો સાથે વેપારીઓ સામે દંડનાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







