વિધાનસભા મત વિસ્તાર ૧૪૮-દાંદોદ અને ૧૪૯-ડેડીયાપાડાના 

0
15

મતદાન મથકો અંગે વાંધા-સુચનો તા.૮ જુન સુધીમાં પહોંચતા કરવા

રાજપીપલા -નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮- નાંદોદ વિધાનસભા મત વિસ્તાર અન ૧૪૯- ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકોમાં સુધારા વધારા કરવાના થાય છે. જેની યાદી સબંધિત ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી રાજપીપલા ખાતે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. મતદાન મથકોના સુધારા વધારા યાદીમાં કોઇને કાંઇ વાંધા-સુચનો કરાવાના હોય તો તારીખ ૮મી જૂન ૨૦૧૮ સુધીમાં સબંધિત મામલતદાર કચેરી, સબંધિત પ્રાંત કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી રાજપીપલા ખાતે તેમનાવાંધા સુચનો રજુ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી-નર્મદાની એક અખબરી યાદીમાં જણાવાયુ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY