ભારતના પાટનગર દિલ્હીમાં રોજ બે બાળક પર બળાત્કાર થાય છે

0
6

દુર્ઘટનાનો ભોગ બનનાર પિડિતના પુનર્વસન માટે રાષ્ટ્રીય નીતિ ઘડવી જરૃરી : દિલ્હી મહિલા પંચ
ન્યુ દિલ્હી,તા.૨૧
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બાળ-બળાત્કારના રોજ બે કેસ નોંધાય છે ત્યારે નિષ્ણાંતોએ, ભોગ બનનારાઓના પુનર્વસન અંગે નક્કર નીતિ ઘડવા પર ભાર મૂક્યો છે.
નિષ્ણાંતોના મત અનુસાર જાતિય દુર્વવ્યવહારનો ભોગ બનેલા સગીર કે બાળકો સામાન્ય રીતે લાંબા સમય સુધી આઘાતમાં જીવતા હોય છે. તે સંજાગોમાં તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જીવન જીવતા કરવા માટે રાષ્ટ્રીય નીતિ ઘડી કાઢવી જરૃરી છે.
આના દાખલા ટાંકતા તજજ્ઞાનું કહેવું છે કે દિલ્હીમાં જાન્યુઆરીમાં એક આઠ વર્ષીય બાળા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એપ્રિલમાં ગાઝીઆબાદમાં એક ૧૦ વર્ષીય બાળા પર મદરેસામાં બળાત્કાર ગુજારાયો હતો. તે બાળાના પિતાના મતે તે ઘટનાને એક માસ વીતી ગયો હોવા છતાં તે ડરેલી રહે છે. વાત વાતમાં ગુસ્સે થઇ જાય છે તેણે સલાહ-સૂચનની જરૃર છે. પણ તે ઘટના બાદ તેને કોઇએ કાઉન્સેલીંગ કર્યું નથી.
ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિ સુધીમાં બાળ બળાત્કારના ૨૮૨ કેસ નોંધાયા છે. જે ગત વર્ષે આ ગાળા દરમિયાન ૨૭૮ હતા. જ્યારે ગત વર્ષ દરમિયાન બાળ-બળાત્કારના ૮૯૪ આવા કેસ નોંધાયા હતા. તેમ દિલ્હી મહિલા પંચના વડા સ્વાતિ માલીવાલ માહિતિ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે ઘણીવાર માબાપ પણ આવી દુર્ઘટના સંદર્ભે બાળકોને દોષ દેતા હોય છે.
નિષ્ણાંતોના મતે પિડિતાના પૂનર્વસન માટે કોર્ટનો નિર્ણય શું આવે છે કે પોલીસ તપાસ શું ચાલે છે તે તમામ બાબતોને બાજુ પર રાખી પિડિતા ફરી સામાન્ય જીવન જીવતી થાય તે જરૃરી છે. તે માટે પોકસો, આઈ.પી.સી. સહીત જે કાનૂનોમાં જરૃરી જણાય તે પરિવર્તન કરવા જોઇએ.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY