વાલીયા પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનાના આરોપીઓને ભરૂચ એસ.ઓ.જી એ ઝડપી પાડી વધુ તપાસ અર્થે વાલિયા પોલીસ મથક ને સોંપવામાં આવ્યા.

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક સંદીપસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ વાલીયા પો.સ્ટે. ગુ.ર.નં-ફસ્ટ-૬૧/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૦૨,૨૦૧ મુજબ તા.૧૪/૦૮/૨૦૧૭ ના રોજ નોંધાયેલ ગુનામાં વાલીયા તાલુકાના ઘોડાગામ જોલી રોડ ઉપર શેરડીના ખેતરમાંથી એક ઇસમની લાશ મળી આવેલ હતી અને આ ગુનો અનડીટેકટ ગુનો હોય એસ.ઓ.જી. ભરૂચની ટીમએ સદર ગુનો બાતમીદારો રોકી આરોપીઓના સગડ મેળવી સદર ગુનાના કામે મરણજનાર વણ ઓળખાયેલ પુરૂષની લાશ બાબતે તપાસમાં રહી માહિતી એકત્રિત કરતા સદર મરણજનાર જે તે સમયે વણઓળખાયેલ હતો તે પુરૂષ નામે આનંદ રાજનારાયણ ચતુર્વેદી રહે.જી/૧૦૨ગણેશપાર્ક , ૫૦૦ કવાટર્સની સામે અંકલેશ્વર GIDC વિસ્તાર, જી.ભરૂચ, મુળ રહે.સમસ્તીપુર,તા.કાયમગંજ, થાના.સમસાબાદ, જી.ફરુખાબાદ (યુ.પી)નાની લાશ હોય એવી માહિતી મળતા સદર આનંદ રાજનારાયણ ચતુર્વેદીની પત્નિ મધુની તપાસ કરતા તેની ધનિષ્ઠ પુછપરછ દરમ્યાન તેણે અને તેના પ્રેમી હરી વીહા બામ્બા (ભરવાડ) રહે.ને.હા.નં-૮, મહાદેવ હોટલની પાછળ, ભરવાડવાસ, ધામરોદ તા.માંગરોલ જી.સુરત. મુળ રહે. ગઢળીયા તા.જી.બોટાદનાએ તા.૦૯/૦૮/૨૦૧૭ ના રોજ રાતના દસ વાગે કુકરના ઢાકણથી માર મારી તેમજ કાપડ વડે ગળા ઉપર ટુપો આપી તેમજ ઢીક્કાપાટુનો માર મારી મોત નિપજાવી લાશને વાલિયા પોલીસ મથકની હદમાં ફેંકી આવ્યાં હોવાની કબુલાત કરતા ઉપરોક્ત નવ માસ ઉપરનો અનડીટેકટ ગુનો એસ.ઓ.જી. ભરૂચના એ.એસ.આઇ. જશવંતસિંહ ભીમસિંહ તથા પો.સ.ઇ. શ્રી ડી.જી.રબારી નાઓની સખત મહેનત અને ઝીણવટ ભરી તપાસના આધારે ડિટેકટ થવા પામેલ છે. આરોપીઓને આજરોજ અટકાયત કરી વાલીયા પોલીસ સ્ટેશનમાં વધુ આગળની તપાસ માટે સોપવાની તજવીજ હાથ ધરેલ છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






