પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્યથી રાજપીપળામાં ભાજપ લઘુમતી મોરચાએ 2000 રોપાનું વિતરણ કર્યું.

0
12

રાજપીપળા:હાલ મોદી સરકાર દ્વારા દેશમાં વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે.ભારત દેશને વિશ્વમાં ઉચ્ચ હરોળમાં સ્થાાન અપાવવાા સરકાર દ્વારા ફોરલેન રોડ,મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો,કોલેજો અને શાળાઓનું નિર્માણ કરાઈ રહ્યું છે.હવે આ વિકાસના કામોમાં વચ્ચે અવરોધ રૂપ બનતા વૃક્ષોને કાપવા અનિવાર્ય છે.તો બીજી બાજુ વૃક્ષોને કાપવાથી પર્યાવરણને માઠી અસર પણ પહોંચવાની પૂરેપૂરી સાંભવના છે.જોકે આની સામે સરકાર દ્વારા દેશમાં ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો કરાય જ છે.

જો પર્યાવરણ પર માઠી અસર પડે તો ભારત દેશને અધોગતિ તરફ લઈ જતા કોઈ રોકી શકે નહીં.તેથી સરકારના પર્યાવરણ બચાવવાના આ કાર્યક્રમમાં વધુ સહકાર આપવાના ઉદ્દેશ્યથી આરાજપીપળામાં ભાજપ લઘુમતી મોરચાએ એક વધુ ડગલું માંડ્યું છે.ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ નૂરમહંમદ મન્સૂરી,નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ મહંમદખાન પઠાણ,ભાજપ આદિજાતિ મોરચાના મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.દર્શનાબેન દેશમુખ,નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષાબેન ગાંધી,ઈરફાન આરબ,આસિફ તાઈ,રાજપીપળા શહેર ભાજપ મહામંત્રી કમલેશ પટેલ,અશોક પટેલ સહિતના કાર્યકરોએ લોકોને મફત 2000 રોપાનું વિતરણ કર્યું હતું.સાથે સાથે આ તમામ કાર્યકરોએ આગામી સમયમાં આ કાર્યક્રમ દેશવ્યાપી બનાવવાનું બીડું ઝડપ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY