બિનવારસી વીવીપીએટ મામલે યેદિયુરપ્પાએ ચૂંટણીપંચને લખ્યો પત્ર

0
19

કર-નાટકનો ખરેખર અંત?
ન્યુ દિલ્હી,તા.૨૨
બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યાં બાદ પોતાની નિવેદનથી ફરીવાર ચર્ચામાં આવ્યાં છે. તેમણે કહ્યુ છે કે, કર્ણાટક વિધાનસભામાં ઘણાં ગોટાળા થયાં છે. આ મામલે તેમણે ચૂંટણીપંચને પત્ર લખ્યો છે.
તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે, ચૂંટણી બાદ વિજયાપુર જિલ્લાના મનાગુલી ગામમાં મજુરના ઘર પાસેથી મળેલા ૮ ફફઁછ્‌ બોક્સ મામલાને ગંભીરતાથી લીધો હશે. આ પ્રકારે ફફઁછ્‌ મળવું તે વાત પર ઇશારો કરે છે કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન ખૂબ ગોટાળા થયાં હશે.
તેમણે વધુંમાં લખ્યું હતું કે, એવું નથી કે આ પ્રકારની ગડબડ પહેલીવાર ચૂંટણીપંચ કે રાજ્યમાં ચૂંટણી કરાવતાં અધિકારીઓ સામે રાખવામાં આવી છે. ભાજપે ચૂંટણી થયાં પહેલાં પણ ચૂંટણીપંચ સામે ગડબડના મામલાને ઉઠાવ્યો હતો.
યેદિયુરપ્પાના આ આરોપે ફરીવાર કર્ણાટકની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. જ્યારે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે, જે ૮ ફફઁછ્‌ મળ્યાં હતા તે મશીન કે કાગળ વિના મળ્યાં હતાં અને તેમાં કોઇ પ્રકારનો યૂનિક ઇલેક્ટોનિક ટ્રેકિંગ નંબર નથી. ચૂંટણીપંચે કહ્યુ કે, આ પ્રકારનો ભ્રમ ઊભો કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY