પંજાબ સરકારે બંધારણની કલમ-૧૮ને આગળ ધરી
ચંડીગઢ,તા.૨૨
પંજાબ સરકારે બંધારણની કલમ ૧૮ને આગળ ધરીને આઝાદીના નાયક શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો આપવાનો ઇનકાર કર્યો છે. શહીદોની સત્તાવાર યાદી જારી કરવાની માગનો જવાબ આપતાં પંજાબ સરકારે દાવો કર્યો હતો કે સત્તાવાર રીતે કોઈને પણ શહીદનો દરજ્જો આપવાનો અધિકાર નથી.
સરકારે કહ્યુ કે બંધારણની કલમ ૧૮ હેઠળ રાજ્યને કોઈ પ્રકારનો દરજ્જો આપવાનો અધિકાર નથી. આરટીઆઈ કાર્યકર એચ. સી. અરોરાએ પોતાની ડિમાન્ડ નોટિસમાં રાજ્ય સરકાર પાસેથી શહીદોની સૂચી પ્રકાશિત કરવાની માગ કરી હતી. તેમણે આરટીઆઈ હેઠળ અરજી કરીને એવો સવાલ પૂછયો હતો કે શું ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો છે કે નહીં.
પંજાબ સરકારે આ માટે દિલ્હી હાઈકોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કર્યો. બિરેન્દર સાંગવાન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા કેસનો ચુકાદો ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ આવ્યો હતો. આ ચુકાદામાં એવું કહેવામાં આવ્યું હતું કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો દેવાની અરજદારની અપીલનો કોઈ બંધારણીય અધિકાર નથી. તેથી આ અરજીને રદબાતલ ઠેરવવામાં આવે છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






