સંબંધો વધુ મજબુત

0
24

કહેવામાં આવે છે કે જુના મિત્રને કેટલા પણ સમય પછી મળો તો પણ સંબંધોમાં હમેંશા તાજગી રહે છે. આવી જ સ્થિતી ભારત અને રશિયા વચ્ચેની પણ છે. સોમવારના દિવસે રશિયન શહેર સોચીમાં પણ આવી જ સ્થિતી જાવા મળી હતી. બન્ને મિત્રો લાંબા સમયથી મિત્રતા અદા કરતા રહ્યા છે. કટોકટી અને મુશ્કેલના સમયમાં બંન્ને દેશો સાથે રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધ એવા રહ્યા છે કે આસંબંધમાં ક્યારેય કોઇ તિરાડ જાવા મળી નથી. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય જગતમાં બીજા દેશો પણ ભારતને હવે મહત્વ આપવા લાગી ગયા છે. રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જે કેમિસ્ટ્રી દેખાઇ તે તમામને રોમાંચિત કરી રહી હતી. મોદીની પુટિન સાથેની આ બેઠકને વૈશ્વિક સ્તરે બદલાઇ રહેલી સ્થિતી મુજબ જાવામાં આવે તે જરૂરી છે. અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધ હમેંશા તંગ રહ્યા છે. કારણકે તેમની વચ્ચે જુદા જુદા વિષય પર ખેંચતાણ રહી છે. અમેરિકાએ હાલમાં જ રશિયાની કેટલીક કંપનીઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી વેપારિક અને હથિયારો સાથે સંબંધિત સંબંધ રહ્યા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રશિયાએ ભારતને કોલ્ડ વોર વેળા એવા સમય પર સાથ આપ્યો હતો જ્યારે અમેરિકા પાકિસ્તાનની સાથે દેખાઇ રહ્યુ હતુ. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૭૧માં જ્યારે યુદ્ધ થયુ ત્યારે પણ રશિયાની ભૂમિકા ચાવીરૂપ રહી હતી. છેલ્લા એક દશક દરમિયાન વૈશ્વિક સ્થિતી ઝડપથી બદલાઇ ગઇ છે. અમેરિકાએ પણ પાકિસ્તાનને ઓળખી કાઢ્યુ છે. આ જ કારણ છે કે અમેરિકાના સંબંધ હવે પાકિસ્તાન સાથે એવા રહ્યા નથી જેવા પહેલા જાવા મળતા હતા. બીજી બાજુ ભારતની સાથે અમેરિકાના સંબંધ હવે દિન પ્રતિદિન વધારે મજબુત થઇ રહ્યા છે. આગામી સમયમાં સ્થિતી વધારે મજબુત થઇ શકે છે. અમેરિકાના ઉત્તર કોરિયાની સાથે બગડી રહેલા સંબંધની અસર સમગ્ર દુનિયા પર થઇ છે. ભારતની સાથે સાથે રશિયાએ પણ આને પાટા પર લાવવા માટેના તમામ પ્રયાસ કર્યા છે. આ જ કારણ છે કે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તંગદીલીમાં ઘટાડો થઇ રહ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત દુનિયાના બીજા સૌથી મોટા દેશ તરીકે છે. આવી સ્થિતીમાં ભારતના મહત્વને તમામ દેશો સમજીને આગળ વધે તે જરૂરી છે. બીજી બાજુ રશિયા દુનિયાના એક મહાશÂક્તશાળી દેશ તરીકે છે. તેની છાપ દુનિયામાં દરેક દેશ જાણે છે. પુટિનને પણ એક શÂક્તશાળી અને આક્રમક નેતા તરીકે ગણવામાં આવે છે. આવી સ્થિતીમાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધ દિન પ્રતિદિન વધુને વધુ મજબૂત બની રહ્યા છે તે બાબત ખુબ ઉપયોગી છે. મોદી રશિયા સાથેના સંબંધને એક નવી દિશા આપી રહ્યા છે. સોમવારના દિવસે તમામ મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. અનૌપચારિક યાત્રા પણ ખુબ ઉપયોગી બને છે. રશિયા પહેલા મોદી ચીનના આવાજ જ પ્રવાસે પહોંચી ગયા હતા. હવે ભારત રશિયા પર વિશ્વાસ વધારી દેવા માંગે છે.

S.S.S

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY