રાફેલનાં ચક્રવ્યુહમાં ફસાયું સીબીઆઈ….???

0
6

સીબીઆઇનાં ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે સીબીઆઈનાં બે ઉચ્ચ અધિકારીઓને સરકારે જબરજસ્તીથી રજા ઉપર ઉતારી દીધા છે. મામલો એટલી હદે ગંભીર બની ગયો છે કે સરકારને નવી દિલ્હીનાં સીબીઆઇ મુખ્ય ઓફિસને સીલ મારવું પડ્યું છે. આ મામલો જેટલો સરળ દેખાઈ રહ્યો છે તે ખરેખર તેવો નથી. ખરેખર તો સુત્રો અને વિપક્ષોના કહેવા અનુસાર સીબીઆઇ નિર્દેશક આલોક વર્માને રાફેલની વિરુદ્ધનાં કેટલાક દસ્તાવેજા મળ્યા હતા. જેના પર સીબીઆઈ નિર્દેશકે કાર્યવાહી કરવા માટે મનમાં નિર્ણય કરી લીધો હતો જેનો અંદેશો સીબીઆઇમાં નંબર બે પર રહેલા વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાનાને આવી ગયો.
સુત્રો અને વિપક્ષી નેતાઓનું માનીએ તો રાકેશ અસ્થાના ગુજરાત કેડરનાં આઇપીએસ અધિકારી છે. જેનાં ઉપર વડાપ્રધાન પણ મોટો ભરોષો રાખે છે. બસ અહીથી જ કુટનીતિની ચક્રવ્યુહને રચવાના તાર બન્યા. આ સમય દરમ્યાન ભાજપાના બે વરિષ્ઠ નેતાઓ યશવંત સિન્હા, અરુણ શૌરી અને સર્વોચ્ય અદાલતનાં ખ્યાતનામ વક્તા પ્રશાંત ભૂષણે સીબીઆઇ નિર્દેશક આલોક વર્માથી રાફેલની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સીબીઆઇ નિર્દેશકને કેટલાંક દસ્તાવેજા પણ પ્રાપ્ત કરાવ્યા હતા. સુત્રો કહે છે કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા સીબીઆઇ નિર્દેશકને રાફેલ મુદ્દાથી દુર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
આ બધું છતાં રજા પર મોકલી દેવામાં આવેલ સીબીઆઇ નિર્દેશક આલોક વર્માએ રાફેલની તપાસ કરવાનું મન બનાવી લીધું હતું. આ બાબતની જાણ વડાપ્રધાન કાર્યાલયને થઇ ગઈ. ત્યારબાદ એવા તાણા વાણા વણવામાં આવ્યા કે રાફેલની તપાસ કરવા મન બનાવી ચુકેલ આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને અંદરો અંદર લડાવીને કિયાયના ન રહેવા દીધા અને બંનેને જબરજસ્તીથી રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા. સુત્રો કહે છે આ બધાની પાછળફક્ત રાફેલનો ખેલ હતો. વિપક્ષો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઇ નિર્દેશકે રાફેલ પર સવાલો ઉઠાવ્યા હતા અને સરકારથી કાગળો ઉપલબ્ધ કરાવવા માટે માંગણી કરી હતી.
આ બિના પછી જ એક ચક્રવ્યુહ બનાવવામાં આવ્યો જેનું પરિણામ સામે આવી ગયું છે. દરમ્યાન સર્વોચ્ય અદાલતનાં વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું ‘રાફેલ ડીલની તપાસ સીબીઆઇ ના કરી શકે એટલા માટે કદાચ સીબીઆઇ ડાયરેક્ટરને હટાવવામાં આવ્યા છે. અમે(પ્રશાંત ભૂષણ, યશવંત સિન્હા અને અરુણ શૌરીએ સીબીઆઇ ડાયરેકટરથી રાફેલ ડીલની તપાસ કરવાની માંગણી કરી હતી. સીબીઆઇ ડાયરેક્ટરે રાફેલ ડીલ સંબંધિત કેટલીક ફાઈલો સરકાર પાસેથી માંગી હતી. એ જ કારણ છે કે સીબીઆઇમાં આટલી મોટી રમતનો પ્લાન કરવામાં આવ્યો છે.
પહેલા મોઈન કુરેશીને ક્લીન ચીટ આપવામાં કહેવાતી લાંચ લેવાના આરોપોને લઇ સીબીઆઇએ પોતાના જ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર કેસ દાખલ કરવામાં આવ્યો. તેનાં પછી રાકેશ અસ્થાનાએ સીબીઆઈનાં વડા આલોક વર્મા ઉપર પણ બે કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે બંને ઉચ્ચાધિકારીઓની વચ્ચે ચાલતા આરોપ-પ્રતિઆરોપથી સીબીઆઇની વિશ્વસનિયતા માટે ઉઠેલા સવાલોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આદેશથી આ કાર્યવાહી થઇ છે.
કહેવાઈ રહ્યું છે કે આ મામલામાં સમાધાન કરાવવાના પ્રયત્નોમાં લાગેલી સરકારે કેન્દ્રીય સતર્કતા આયુક્ત (સીબીસી)ની ભલામણ મળ્યા બાદ બેહદ આકરો ફેંસલો કરતા સીબીઆઈ ચીફ આલોક વર્મા અને સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના બંનેને રજા પર મોકલી દીધા. સુત્રો બતાવે છે કે આ ખેલના પ્લાનની પટકથા છે. એટલે કે પીંજરાનો પોપટ રાફેલનાં ચક્રવ્યુહમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY