રાજપીપલા ખાતે બીમાર સંબંધીની ખબર લઈ પરત ફરતા યુવાનનું અકસ્માતમાં મોત

0
14

નેત્રંગ તાલુકાના ખરેઠા ગામના પરમેશ વસાવા રાજપીપળા થી સંબંધીની ખબર લઈ પોતાની બાઈક પર પરત ફરતા માંડણ પાસે બાઈક સ્લીપ થતા મોત

રાજપીપળા:
રાજપીપલા ખાતે બીમાર સંબંધીની ખબર લઈ પરત ફરતા યુવાનું માર્ગમાં અકસ્માત થતા મોત થયું હતું 
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા ના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામના પરમેશ છત્રસિંગ વસાવા (35) ગતરોજ પોતાની બાઈક નં.જી જે 16 એસ 2502 લઈ રાજપીપળા ખાતે પોતાના એક સંબંધીની ખબર લેવા આવ્યા હતા બાદમાં ખબર લઈ બાઈક પર ખરેઠા પરત જતા હતા ત્યારે માંડઆ ગામ પાસે પોહ્ચતાજ એમની બાઈક રોડ પર સ્લીપ ખાઈ જતા અમને માથામાં ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા મોકલતા રસ્તા માંજ એમનું મોત થયું હોય આ બાબતે કનુ સોટીયા વસાવા એ રાજપીપલા પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તપાસ પી એસ આઈ સી એન ગામીત કરી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY