“સલામત અને સુરક્ષિત ગુજરાત” ના ધ્યેયને સિધ્ધ અને ગંભીર ગુનાઓને પણ ઉકેલ્યા

0
13

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સશકત માર્ગદર્શન હેઠળ ગુજરાતે શાંત અને સલામત રાજય તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે “ સલામત અને સુરક્ષિત ગુજરાત” ના ધ્યેયને સિધ્ધ કરવાની દ્ઢ રાજકીય ઇચ્છાશકિતને કારણે રાજયમાં કોઇપણ ગુનેગાર છટકી શકતો નથી. એટલુ જ નહીં ગુજરાતે ગુંભીર ગુનાઓને ઉકેલ્યા છે. રાજય સરકારે બિટકોઇનના કેસને ગંભીરતાથી લઇને ઝડપથી ગુનેગારો સુધી પહોંચવાના આદેશ કર્યા અને તેના કારણે જ પોલીસ ગણતરીના દિવસોમાં ગુનેગારો સુધી પહોંચી શકી હતી.
ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતુ કે તેઓ સમક્ષ આ અંગેની રજૂઆત થતા તુર્ત જ રાજય સરકારે જ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઇ તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપવા અને ખાસ SIT ની પણ રચના કરી પોલીસ અધિકારી હોઇ કે અન્ય કોઇ ચમરબંધી કોઇની પણ શેહશરમમાં આવ્યા સિવાય ગુનેગારોને જબ્બે કરવા આદેશ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દ્ઢ રાજકીય ઇચ્છાશકિતને કારણે જ ગુજરાતની પોલીસ આ ગુનાને ઉકેલવા સક્ષમ બની છે.
સમગ્ર બનાવની વિગત જોઇએ તો, તા.૨૩/૦૨/૧૮ ના રોજ અરજદાર શૈલેષ ભટ્ટે ગૃહમંત્રી જાડેજાને સંબોધીને અમરેલી પોલીસ વિરૂધ્ધનમાં અપહરણ કરી, બળજબરીથી ૨૦૦ બિટકોઇન તથા કરોડો રૂપિયા પડાવી લીધા હોવાના આક્ષેપ સાથે અરજી કરી હતી, જેથી રાજય સરકારે બનાવની ગંભીરતાને ધ્યાાને લઇ, આ અરજીની ઊંડાણપુર્વક તપાસ કરવા સી.આઇ.ડી. ક્રાઇમને આદેશ કર્યો હતો.

સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા ઊંડાણપુર્વકની તપાસ દરમ્યાાન જણાયું હતું કે, આ બનાવમાં અમરેલી જીલ્લાનના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓની સીધી સંડોવણી હોય, આ બાબતે ગૃહમંત્રીને તેમજ મુખ્યા ડી.જી.પી. ને વાકેફ કરવામાં આવ્યા હતા ત્યારે ગૃહમંત્રીએ કોઇની પણ શેહશરમ વિના ત્વીરીત ગુન્હોન દાખલ કરવા ઉપરાંત નિષ્પ ક્ષપણે તપાસ થાય તે માટે એક ખાસ તપાસ દળ (SIT) ની રચના કરવા આદેશ આપ્યો હતો.
રાજય સરકારે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ દ્ઢ રાજકીય ઇચ્છાશકિત દાખવીને ઝડપથી પગલાં ભરવા આદેશ આપ્યા હતા. સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા રાજય સરકાર તરફે વર્ગ-૧ કક્ષાના ડી.વાય.એસ.પી. અધિકારીને ફરીયાદી બનાવી,આ ગુન્હાની તપાસ ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીને સોપાઇ હતી તેમજ ખાસ તપાસ દળ (SIT) ના અધ્ય ક્ષ તરીકે ડી.આઇ.જી.પી. દરજ્જાના અધિકારીની નિમણુંક કરી, ડી.જી.પી. સી.આઇ.ડી. ક્રાઇમના માર્ગદર્શન હેઠળ તપાસનો દોર ચાલુ કર્યો હતો.
આ ગુનાની તપાસ દરમ્યાતન અમરેલી જીલ્લાીના પોલીસ અધિક્ષક તથા માજી ધારાસભ્ય.ની સંડોવણી જણાઇ આવતાં, ગૃહમંત્રીએ કોઇપણ પ્રકારના પક્ષપાત વગર નિષ્પતક્ષ રીતે તપાસ કરી, આ ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધત કાયદેસરની કાર્યવાહી કરી, સખ્ત પગલાં લેવાની સુચના આપી હતી અને તેના કારણે ગુન્હામાં સંડોવાયેલા અમરેલી જીલ્લાાના પોલીસ અધિક્ષક તથા એલ.સી.બી. પી.આઇ.ની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી એટલું જ નહી આ ગુન્હા‍ના નાસતા ફરતા આરોપી માજી ધારાસભ્યઅ નલિન કોટડીયા વિરૂધ્ધમ CrPC કલમ ૭૦ મુજબ ધરપકડ વોરન્ટ મેળવી, આરોપી કોટડીયાને શોધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૈાથી મહત્વની બાબત એ છે કે, શૈલેષ ભટ્ટની અરજીની તપાસ દરમ્યાપન એવી પણ હકિકત બહાર આવી હતી કે, શૈલેષ ભટ્ટે તા.૩૦/૦૧/૧૮ થી તા.૦૧/૦૨/૧૮ દરમ્યા્નમાં સુરતના રહેવાસી પિયુષ સાવલીયા તેમજ ધવલ માવાણીનું અપહરણ કરી, ધવલ માવાણી પાસેથી ખંડણી પેટે કુલ- ૨૨૫૬ બિટકોઇન તેમજ ૧૧૦૦૦ લાઇટ કોઇન તેમજ ૧૪.૫૦ કરોડ રોકડા રૂપિયા બળજબરીથી પડાવી તેને ધમકીઓ આપી વિદેશ મોકલી દીધો હતો. આ બાબતે ગૃહમંત્રીએ શૈલેષ ભટ્ટ તથા તેના સાગરીતો વિરૂધ્ધક કડક કાર્યવાહી કરવાની સુચના પણ આપી હતી.
આ કેસમાં પિયુષ સાવલીયા તથા ધવલ માવાણીનું અપહરણ કરી, કુલ રૂપિયા ૧૫૦ કરોડ ઉપરાંતના બિટકોઇન/નાણાં શૈલેષ ભટ્ટ તથા તેના સાગરીતોએ બળજબરીથી પડાવી લેવાના કેસમાં દિલીપ કાનાણી તથા નિકુંજ ભટ્ટની પોલીસે તા.૨૦/૦૫/૧૮ ના રોજ ધરપકડ કરી, પોલીસ રીમાન્ડો મેળવી, સઘન પુછપરછ હાથ ધરી છે. તેમજ કુલ- ૧૫૨ બિટકોઇન આરોપી દિલીપ કાનાણી પાસેથી ટાંચમાં લેવામાં આવ્યા છે. આ ગુન્હા.ની તપાસ દરમયાન એવી હકિકત ફલિત થયેલ છે કે, નોટબંધી દરમ્યાન બિટકોઇનમાં મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનું રોકાણ થયું છે. જે બાબતે રોકાણકારો વિરૂધ્ધન એન્ફોમર્મેન્ટો ડાયરેક્ટર તથા ઇન્ક મટેક્ષ વિભાગને જાણ કરી, કાળા નાણાં રોકનારા ઇસમો વિરૂધ્ધવ કડક હાથે કાર્યવાહી કરવા રાજય સરકારે આદેશ કર્યા છે એટલું જ નહીંમધ્યોમવર્ગના રોકાણકારો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડીક્રિપ્ટોવ કરન્સી ની મલ્ટીટલેવલ માર્કેટીંગ જેવી જુદી જુદી પોન્જી સ્કીઅમો શરૂ કરી, લોકોના કરોડો રૂપિયા ઉઘરાવી લઇ, નાણાં પરત નહી આપનારી કંપનીઓ સામે ભોગ બનનાર ફરીયાદ કરે તો આવી પોન્જી સ્કીઅમો ચલાવનાર ઇસમો વિરૂધ્ધી કડક હાથે કાર્યવાહી કરવા પણ રાજય સરકારે સુચના આપી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY