લાંચીયા અધિકારીઓની માહિતી આપશે તેને ૨૫ લાખનું ઈનામ, ઓળખ પણ ગુપ્ત રખાશે

0
106

ગાંધીનગર,
તા.૩/૫/૨૦૧૮

ભ્રષ્ટ અધિકારીઓની ભાળ મેળવવા એસીબી દ્વારા જાહેરાત

સરકારના ભ્રષ્ટ અધિકારીને ઉઘાડા પાડવા હાલ સરકાર દ્વારા એન્ટી કરપ્શન બ્યૂરોમાં મસમોટી ભરતી કરવામાં આવી છે. લાંચીયા અધિકારીઓને ઝડપી લેવા એસીબી કામ કરી રહી છે ત્યારે ભ્રષ્ટ અધિકારીઓની ભાળ મેળવવી એ અતિ કપરૂ કામ છે. કરપ્ટ અધિકારી વિશે માહિતી આપનારા માટે એસીબીએ માતબર ઈનામની જાહેરાત કરી છે. જા કોઈપણ સરકારી કર્મચારી અપ્રમાણસર મિલકત ધરાવતો હોય તો તેના વિશે માહિતી આપનારને ૨૫ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં અધિકારીઓ પર ઝીણી નજર રાખવામાં આવી રહી છે તેમના વહેવારોને તપાસવામાં આવી રહ્યાં છે. જા કે આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચશે અને ક્્યાં મોટાં માથાની સંડોવણી સામે આવશે તે કહેવું મુશ્કેલ છે. પણ જેમ બનતું હોય છે તેમ ત્યારે તપાસ અધિકારીની જ બદલી કરી નાંખવામાં આવે છે. સરકાર ભ્રષ્ટાચારને નાથવા કેટલી કૃતનિશ્રયી છે તે જાવાનું રહ્યું.

આમછતાં હાલમાં એસીબી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ અંગે માહિતી આપશે તેમને રૂ. ૨૫ લાખનું ઈનામ આપવામાં આવશે એટલું જ નહિ તેની ઓળખ પણ ગુપ્ત રખાશે.

જા તમારી પાસેથી સરકારના કોઈપણ વિભાગ કે પોલીસ ખાતા દ્વારા લાંચની માંગણી કરવામાં આવતી હોય કે આડકતરી રીતે વ્યહવાર સાચવવાની વાત તમારી સાથે કરવામાં આવતી હોય તો તમે વિના વિલંબે એસીબીનો સંપર્ક કરી શકો છો. જા એ લાંચિયા અધિકારી પાસેથી અપ્રમાણસર મિલકત ઝડપાશે તો તમને ઈનામના હકદાર બનો છો.

ઉલ્લેખનીય છે કે ઇનકેમ ટેક્સવિભાગે પણ આવી યોજના અમલી બનાવતાં ભ્રષ્ટાચારને નાથવા ફેબ્રુઆરી-૨૦૧૬માં ૧૦ ટકા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ ઈન્કમટેક્સ ચોરી કે સરકારી અધિકારીઓની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપે તેને લાંચિયા અધિકારી પાસેથી જે બેહિસાબી મિલકત મળે તેના દસ ટકા ઇનામ પેટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY