વધુ એક રાજપીપળા ડેપોની બસ રસ્તા માં બગડતા મુસાફરો અટવાયા

0
21

ભરૂચ થી સવારે 5.30 વાગે રાજપીપલા આવતી બસ

ધારીખેડા સુગર પાસે ચાલુ બસે ટાયર નો ટુકડો નીકળતા જોરદાર અવાજ આવતા મુસાફરોના જીવ પડીકે બંધાયા જોકે ડ્રાયવરે કામચલાઉ ટુકડો કાપી નાખી બસ આગળ ચલાવતા હાશકારો

રાજપીપળા: રાજપીપળા એસ ટી ડેપો ની એક બાદ એક બસ ની તકલીફ રોજે રોજ જોવા મળે છે ત્યારે ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ એસ ટી નિગમ ના પેટનું પાણી હાલશે એમ લાગી રહ્યું છે

રાજપીપળા એસ ટી ડેપોની બસ નં જી જે 18 વાય 9389 શુક્રવારે સવારે 5-30 કલાકે ભરૂચ થી રાજપીપળા આવવા મુસાફરો ભરી નીકળી તો ખરી પરંતુ રસ્તા માં ધારી ખેડા સુગર પાસે આવતાજ અચાનક એમાં ધડાકા સાથે જોરદાર અવાજ આવતા અંદર બેઠેલા મુસાફરો ના જીવ તાળવે ચોંટી ગયા હતા ત્યારે ખુદ બસનો ચાલાક પણ જાણે ઘભરાઈ જતા એને બસ અટકાવી નીચે ઉતરી જોતા ટાયર નો ટુકડો ફાટી ગયો હોવાનું માલુમ પડતા ચાલકે આ ટુકડો કાપી ધીમી ગતિએ બસ આગળ હંકારી હતી ત્યારે આવી ખખડધજ બસો રાજપીપલા ડેપો માંથી મોકલતા ક્યારેક એસ ટી સ્ટાફ અને મુસાફરો બંને માટે જોખમરૂપ છે.માટે એસ ટી વિભાગ આ બાબતે ગંભીર થાય એ જરૂરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY