રાજપીપલા ડેપોની નાસિકથી પરત ફરતી બસ રોજ મોડી પડતા મુસાફરો રોષે ભરાયા  

0
13

ક્યારેક ડિજલની રામાયણ તો ક્યારેક બસની રામાયણ હોવાની સ્ટાફ ની વાત પરંતુ નાાસિક થીી બસ માં દારૂ લાવતો હોવાથી રસ્તામાં સમય બગાડતો હોવાની ચર્ચા 

રાજપીપળા: રાજપીપલા એસ ટી ડેપો ની નાસિક જતી બસ બીજે દિવસે સવારે સાત વાગે રાજપીપળા ડેપો માં આવવાનો સમય હોવા છતાં ઘણા દિવસો થી એકાદ કલાક મોદી આવતા આવતા જતા બંને મુસાફરો માં રોસ જોવા મળી રહ્યો છે ત્યારે આ બસ અગાઉ મોડી પડતા માર્ગ નું કામ ચાલુ હોવાની વાત જણાવી લૂલો બચાવ થતો હતો પરંતુ હાલ માર્ગ પણ ટનાટન થઈ ગયો છતાં એક કલાક જેવી મોડી આવતા ત્રણેક દિવસ પર એમ જાણવા મળ્યું કે રાજપીપળા ડેપોનો ડીઝલ પમ્પ બગડ્યો હોવાથી ભરૂચ ડેપોમાં ડિઝલ માટે બસ જતા મોડી પડી પરંતુ આ તકલીફ હવે રોજની થઈ છે ત્યારે ચર્ચાતી વાત મુજબ નાસિક થી આ બસ માં દારૂની પેટીઓ કોઈ મૂકીને આવતું હોવાથી રસ્તા માં એ પરસાળો ઉતારવામાં સમય બગડે સીગે ત્યારે જો આ વાત સાચી હોય તો હાલ ગુજરાત માં કડક દારૂ બંધી હોય પોલીસ વિભાગ આ બાબતે આવી મહારાષ્ટ્ર તરફ થી આવતી જતી બસો માં અચાનક ચેકીંગ કરે તો કદાચ દૂધ નું દૂધ અને પાણીનું પાણી અલગ થાય જોકે હાલ નર્મદા પોલીસ દારૂ જુગાર બાબતે ખુબ કડક છે ત્યારે રાજપીપળા ડેપોનીજ આ અને આવી કેટલી બસો માં આવા વેપલા ચાલતા હશે એ દિશામાં તપાસ કરે એ જરૂરી લાગી રહ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY