નાંદોદના વાવડી ગામમાંથી એસ ઓ જી એ સત્તર હજાર ના જુગાર સાથે પાંચ ને ઝડપી પાડ્યા

0
13

રાજપીપલા છોડી નજીકના વાવડી ગામમાં એક મકાન ના વાડામાં જુગાર રમતા નબીરાઓ ને એસ ઓ જી ની ટીમે ઝડપી પાડતા અન્ય માં ફફડાટ 

રાજપીપળા:
નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ જિલ્લા માં દારૂ જુગાર ની બદી દૂર કરવા એમની ટીમોને કડક સૂચના આપી હોય ગતરોજ એસ ઓ જી ના પી એસ આઈ ભરવાડ ને બાતમી મળતા રાજપીપળા નજીક આવેલા વાવડી ગામે રેડ કરતા કોયજી મંગા વસાવા ના ઘર ના વાડા માં જુગાર રમતા રમેશ ચીખલીગર,અંબાલાલ માછી,કંચન પ્રજાપતિ,કોયજી વસાવા અને રમણ હરિજન સહીત પાંચ વ્યક્તિઓને કુલ 17,010/- રૂપિયા ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી 

   ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા માં ઘણા સમય થી એલ સી બી એસ ઓ જી સહીત ની પોલીસ ની ટિમો એ વારંવાર દારૂ જુગાર ના વેપલા બંધ કરાવવા કડક કાર્યવાહી કરી છે ત્યારે ખાસ રાજપીપલા માં બેનંબરી વેપલો કરતા લોકો પોલીસ ના ડર થી જગ્યા બદલી નજીકના ગામડાઓ માં ધંધા કરવા પ્રયાસ કરે છે પરંતુ પોલીસ નું મજબૂત નેટવર્ક એમને ક્યાંયે ફાવવા ન દેતા ગમે ત્યાંથી બાતમી મળતા એમના ધંધા બંધ કરાવતા હવે આ તમામ લોકો માં ફફડાટ જરૂર જોવા મળે છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY