સા રે ગા મા ગુજરાત ઓપન ગુજરાત સિંગિંગ કોમ્પિટિશન સીઝન 2ના ઓડિશન યોજાયા.

0
48

સા રે ગા મા ગુજરાત ઓપન ગુજરાત સિગિંગ કોમ્પીટીશન સિઝન 2 ના ઓડિશન આજ રોજ નંદેલાવ વિસ્તારમાં આવેલ મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝીક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

ખજાના નેટવર્ક અમદાવાદ દ્વારા ગુજરાત માં સૌ પ્રથમવાર ખુબ જ નવા પ્રકાર ના અભિગમ દ્વારા ગરવી ગુજરાતના નવા નવા આશાસ્પદ કલાકારોની શક્તિ ને ખીલવવા તથા ઉજાગર કરવા માટે દરેક સ્પર્ધા કરતા અલગ સ્પર્ધા સાથે સેમિનાર અને કલાકારો ને નવું શીખવાડી સ્પર્ધા માં તથા આ ક્ષેત્ર માં કઈ રીતે આગળ વધી શકાય તથા ટ્રેનિંગ અને સેમિનાર ને મહત્વ આપી
સા રે ગા મા ગુજરાત ઓપન ગુજરાત સિંગિંગ કોમ્પિટિશન ની સીઝન 1 ની ભવ્ય સફળતા બાદ ખજાના નેટવર્ક દ્વારા સા રે ગા મા ગુજરાત ઓપન ગુજરાત સિંગિંગ કોમ્પિટિશન સીઝન 2 ના પ્રથમ ઓડિશન નું  આયોજન કરવામાં આવ્યું હતું. સીઝન 1 માં પુરા ગુજરાત માં થી 1800 થી વધુ કલાકારો એ ઓડિશન આપ્યા હતા અને સા રે ગા મા ગુજરાત દ્વારા ગુજરાત ના છેવાડા ના કલાકારો ને પણ આગળ લાવવા માં મદદરૂપ થયું હતું.

સા રે ગા મા ગુજરાત ઓડિશન થી શરુ થઇ સેમી ફાઇનલ તથા તેના ફિનાલે રાઉન્ડને પણ સફળતા મળી હતી અને અમદાવાદના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે આયોજન કરવા માં આવ્યું હતું.

ત્યાર બાદ સા રે ગા મા ગુજરાત ઓપન ગુજરાત સિંગિંગ કોમ્પિટિશન સીઝન 2 નું ભરૂચ    ખાતે ઓડિશનનો પ્રથમ રાઉન્ડ આજ રોજ શહેરની મધ્યમાં આવેલી મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝિક ૧૦ મંગલદીપ સોસાયટી , મંગલદીપ બુસા રોડ ,ભરૂચ ખાતે સવારે ૮ વાગ્યા થી સાંજે ૪ વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું.

જેમાં ભરૂચ શહેર અને જિલ્લાના અલગ અલગ તાલુકા કક્ષાના પણ ઉગતા કલાકારો પોતાની કલાશક્તિ નું પ્રદર્શન કરી સંગીત ની દુનિયા માં પ્રથમ પગલું ભરી પોતાની કિસ્મત અજમાવશે.

આ કાર્યકર્મનું સફળ આયોજન ખજાના નેટવર્કના ચિરાગ શાહ અને મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝીક ના ડો,માધવી શાહએ કર્યું હતું.જેમાં મોટી સાંખ્યમાં સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY