ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે કેન્દ્રિય સડક પરિવહનમંત્રી મનસુખભાઈ માંડવિયા, શિક્ષણમંત્રી ભુપેન્દ્ર્સિંહ ચુડાસમા, પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્યશ ભીખાભાઈ બારૈયા સહિતના મહાનુભાવોએ મ્રુતકોના સ્વજનોને કુલ રૂપિયા ૦૧ કરોડના ચેકો અર્પણ કર્યા હતા.
મહાનુભાવોએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે સરતાનપર ગામના ૨૦ મ્રુતકોના પરિવારજનો પ્રત્યે રાજ્ય સરકાર સંવેદના વ્યક્ત કરે છે તેમજ મ્રુતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવા આજે અમો અહીં આવ્યા છીએ. તેઓએ ગ્રામજનોને પણ મ્રુતકોના સ્વજનોની આત્મીયભાવથી કાળજી લેવા આગ્રહભરી વિનંતી કરી હતી.
આ સ્થળે જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ તેમજ જિલ્લાના અગ્રણી દિગ્વિજયસિંહ ગોહિલ હાજર રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






