શહેર રોડ એન્ડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ

0
238

સૂરત
સૂરત શહેર રોડ એન્ડ સેફટી કાઉન્સીલની બેઠક અધિક પોલીસ કમિશનર (સેકટર-૨) ડી.બી.વાધેલાના અધ્યક્ષસ્થાને પોલીસ કમિશનરની કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન ૨૯૭ કેસો નોંધવામાં આવ્યા હતા જે પૈકી ઓવરસ્પીડ, મોબાઇલ ફોન પર વાતચીત કરનારા ૧૭૯ જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો એ.આર.ટી.ઓ. ડી.કે.ચાવડાએ આપી હતી. ટ્રાફિક ગીચતા ધરાવતા શહેરના વિવિધ ૯ સ્થળોએ મહાનગરપાલીકા દ્વારા એકસીલેટર મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે હોવાની વિગતો મનપાના અધિકારીઓએ આપી હતી. આ ઉપરાંત શહેરની શાળાઓ કોલેજોમાં ટ્રાફિકની જાગૃતિ માટેના કાર્યક્રમો, શોર્ટ ફિલ્મો દ્વારા વધુમાં વધુ અસરકારક કામગીરી કરવાની તાકીદ અધ્યક્ષશ્રીએ કરી હતી. ગલેમંડી મેઈન રોડ પરના સવાર સાંજના ટ્રાફિક અને પાર્કીંગ બાબતે નજીકના પાલિકાના મલ્ટીનેશન પાર્કિગમાં વાહનો પાર્ક થાય તે માટેની કાર્યવાહી કરવા સબંધિત અધિકારીને જણાવ્યું હતું.
બેઠકમાં આર.ટી.ઓ અધિકારી પી.પી.ચાવડા, સુરત મ.ન.પા., હાઈવે, એસ.ટી. વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY