ભરૂચના પરિવારને નડયો અકસ્માત કાર અને ક્રેન વચ્ચે થયેલ અકસ્માતમાં ૬ લોકોના મોત….

0
36

ભરૂચના પરિવારને નડયો અકસ્માત કાર અને ડમ્પર વચ્ચે થયેલ અકસ્માતમાં ૬ લોકોના મોત….

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતાં એક પરિવારને આણંદ પાસે ક્રેન સાથે અકસ્માત સર્જાતા કુલ ૬ લોકોના મોત નીપજ્યા હતાં.

બનાવ પ્રાપ્ત થતી માહિતી મુજબ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીના ફ્લેટ નંબર
એ/૧-૨૦૪ માં જીતેન્દ્ર.પી. પટેલના મકાનમાં રહેતા તેમના દીકરા હાર્દિક પટેલ પુત્રવધુ વિધિ હાર્દિક પટેલ અને નાનો પૌત્ર જીમિત પટેલ નાઓ રહે છે.
જીતેન્દ્ર પટેલ કેટલાક સમય થી પોતાના પત્ની સાથે અમેરિકા સ્થાઈ થાય છે અને તેમના પુત્ર હાર્દિક પટેલ તેમના પરિવાર સાથે પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહે છે.

આજે સવારે મળસ્કે હાર્દિક પટેલના ધર્મપત્ની વિધિ પટેલ અને અને તેમનો પુત્ર જીમિત અને બીજા અન્ય સગા સંબંધી સાથે પોતાની નવી મોટરકાર લઈને બહાર ગામ ગયા હતા જયારે હાર્દિક પટેલ પોતાના જોબ પર ગયા હતા. બહાર ગામ ગયેલા એમના પરીવારને આજે બપોર ના સમયે આણંદ હાઈવે પર ડમ્પર
સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા હાર્દીક પટેલના ધર્મ પત્ની વિધિ પટેલ તેમના નાનો પુત્ર જીમિત પટેલ અને નટવર પટેલ,મૃદુલા પટેલ,બીજા અન્ય ૨ લોકોનો મોત નીપજ્યા હતા.
અકસ્માતની જાણ થતાંજ હાર્દિક પટેલના પર જાણે આભ ફાટી નીકળ્યું હોય તેમ લાગ્યું હતું.

જોકે અકસ્માત ની જાણ સોશિયલ મીડિયા દ્રારા ભરૂચ શહેર માં વાયુ વેગે પ્રસરી જતા પ્રમુખ પાર્ક સોસાયટીમાં શોકમય માહોલ સર્જાયો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY