પાનોલી ની આર.એસ.પી.એલ કંપની માં કેમિકલ લોડિંગ સમયે પ્લાન્ટમાં બ્લાસ્ટ, ત્રણ કામદારોના મોત

0
203

 

સલીમભાઈ  પ્રકૃતિ સુરક્ષા મંડળ

પ્રાપ્ત માહિતી પ્રમાણે અંકલેશ્વર નજીક આવેલી પાનોલી GIDCમાં છેલ્લા 4 વર્ષથી RSPL કંપની કાર્યરત છે. આ પાણીનું રિસાઇલિંગ કરતી આ કંપનીમાં આજે સવારે કામદારો દ્વારા કેમિકલ લોડિંગની કામગીરી ચાલી રહી હતી. આ સમયે અચાનક જ બ્લાસ્ટ થયો હતો. જેમાં કામગીરી કરી રહેલા ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતાં તેઓના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કંપનીના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ત્રણેય કામદારોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાની કેમિકલ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ ના કામદારો પાસે ઉત્પાદન વિભાગમાં કામ કરાવી કેમિકલ થી પરિચિત ન હોવાને કારણે અથવા તો અન્ય કોઇ કારણોસર પણ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં આસિસ્ટન્ટ ડાયરેકટર સેફટી ની જગ્યા તાત્કાલિક ભરાય તે ખૂબ જ અગત્યનું થઈ પડ્યું છે . જોવાનું એ રહે છે કે તંત્ર જો ઉત્સવોની ઉજવણીમાં થી નવરૂ પડ્યું હોય તો ચાવીરૂપ વિભાગોના અધિકારીઓની ભરતી કે બદલી કરી ઉદ્યોગોની ચકાસણી કરાવો ઉદ્યોગો પર કાયદાનો કોરડો કશે તો આવા અકસ્માતો નિવારી શકાય તેમ લોકચર્ચા એ જોર પકડ્યું છે

જંગ એ ગુજરાત ન્યૂઝ 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY