સીરિયા,તા.૨૭
સીરિયામાં ફેબ્રુઆરી માસમાં લગભગ ચાર કલાક સુધી અમેરિકા અને રશિયાના સૈનિકો સહીત સીરિયન સરકાર સમર્થિત ૫૦૦ જવાનો વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. આ ઘર્ષણ દરમિયાન એટલો ભીષણ તોપમારો કરવામાં આવ્યો હતો કે અમેરિકાના કમાન્ડોએ ફોક્સહોલ એટલે કે ગોળીબારી કરવાની ખાઈ દ્વારા પોતાનો જીવ બચાવા પડયો હતો.
આનાથી અમેરિકા અને રશિયા વચ્ચે ધીરેધીરે વધી રહેલા તણાવના વકરવાનો ખતરો પેદા થયો છે. લડાઈના આખરમાં સીરિયાના બસ્સોથી ત્રણસો સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે અન્ય સૈનિકો અમેરિકાના હવાઈ હુમલામાં જીવ બચાવીને ભાગ્યા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સને મળેલા દસ્તાવેજા અને ઈન્ટરવ્યૂમાં સાતમી ફેબ્રુઆરીએ થયેલા ઘર્ષણ સંબંધિત વિવરણો સામે આવ્યા છે.
આ દસ્તાવેજા પ્રમાણે પેન્ટાગને સીરિયામાં આઈએસ સામેની લડાઈ માટે તેનાતી બાદ અમેરિકન સૈનિકોના સૌથી લોહિયાણ ઘર્ષણ પર પહેલીવાર જાહેરમાં કોઈક ટીપ્પણી કરી છે. પેન્ટાગને આ ઘર્ષણને સીરિયાની સરકારી સેનાની એક ટુકડી વિરુદ્ધ સ્વરક્ષણની કાર્યવાહી ગણાવી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






