રાષ્ટપતિ કોવિંદના અપમાનની અફવા બાદ પુષ્કરમાં સંત મહાદેવ પુરીના મંદિરમાં હુમલો

0
16

ન્યુ દિલ્હી,તા.૨૯
પુષ્કરના બ્રહ્મામંદિરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. તમામ સુરક્ષા વ્યવસ્થા છતાં એક આધેડ ઉંમરના શખ્સે ધારદાર હથિયાર સાથે પુષ્કર મંદિરમાં પ્રવેશ કરીને સંત મહાદેવ પુરી પર જીવલેણ હુમલો કર્યો છે. સંત મહાદેવ પુરીએ કોઈક રીતે ગર્ભગૃહમાં જઈને પોતાનો જીવ બચાવ્યો છે. આ હુમલામાં સંતના હાથમાં ઈજા પહોંચી છે. હુમલાખોર લગભગ બે મિનિટ સુધી બ્રહ્માજીની પ્રતિમા નજીક હથિયાર લહેરાવતો રહ્યો હતો. દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ ડરીને ભાગવા લાગ્યા હતા.
આ હુમલાખોરને મંદિરના સફાઈકર્મીઓએ ઝડપી પાડયો હતો. આ હુમલાખોરની ઓળખ સોજતના વતની અશોક મેઘવાલ તરીકે થઈ છે. અશોક મેઘવાલ ખુદને એમબીબીએસ ડોક્ટર ગણાવી રહ્યો છે. અશોક મેઘવાલે પહેલા એક હાથથી પ્રસાદ લીધો અને બીજા હાથમાં તલવાર દ્વારા હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોર પર જીવલેણ હુમલો કરવાની ફરિયાદના આધારે ધરપકડ કરી છે. આસપાસના લોકો મુજબ હુમલાખોર બે દિવસ પહેલા પણ મંદિરમાં આવ્યો હતો અને ઘણીવાર સુધી મંદિરની બહાર બેઠો હતો.
પુષ્કરના વિશ્વવિખ્યાત બ્રહ્મામંદિરમાં દેશવિદેશથી લોકો આવતા હોય છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ દુનિયાભરમાં પહોંચી ગયા છે. મહત્વપૂર્ણ છે કે હુમલાખોરે જણાવ્યું હતું કે રાષ્ટપતિનું અપમાન કેમ કર્યું. ૧૪મી મેના રોજ રાષ્ટપતિ રામનાથ કોવિંદ પુષ્કર પહોંચ્યા હતા. તેમના પત્નીના ઢીંચણમાં દર્દ હોવાને કારણે તેમણે ગર્ભગૃહના સ્થાને સીડીઓ પર જ પૂજા કરી હતી. કેટલાક તત્વો દ્વારા રાષ્ટપતિ રામનાથ કોવિંદના અપમાનની અફવા ફેલાવામાં આવી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY