ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘ કમલમ્’’ ખાતે પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં સવારે અને બપોરે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજાશે

0
284

ગુજરાત પ્રદેશ મીડિયા સેલના કન્વીનર ડૉ. હર્ષદ પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આવતીકાલે ગાંધીનગર ખાતે ભાજપાની વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજાશે. જે અંતર્ગત સાંજે ૪.૦૦ કલાકે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી સમિતિ, પ્રદેશ કોર ગૃપ અને પ્રદેશ મહામંત્રીઓની સંયુક્ત બેઠક રાખવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય મહામંત્રી અનીલજી જૈન તથા માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.

આ બેઠક અગાઉ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘ કમલમ્’’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ કલાકે પ્રદેશના મુખ્ય આગેવાનોની બેઠક યોજાશે. ત્યારબાદ સવારે ૧૧.૦૦ કલાક થી પ્રારંભ થનારી બેઠકમાં ભાજપાના પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખઓ તથા જીલ્લા/મહાનગરના પ્રભારીઓ ઉપસ્થિત રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY