૨૦૧૯માં કોંગ્રેસ સત્તા પર આવશે તો ૧૦ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરાશે : રાહુલ ગાંધી

0
126

કલગી,
તા.૪/૫/૨૦૧૮

કર્ણાટક ચૂંટણીના બહાને દેશભરના ખેડૂતોને રિઝવવાનો કોંગ્રેસનો પ્રયાસ

કર્ણાટકનો ચૂંટણી સંગ્રામ છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે. તેને ધ્યાનમાં રાખતા કાંગ્રેસ અને ભાજપ સહિત બીજી રાજકીય પાર્ટીઓ પ્રચારમાં પૂરી તાકતથી જાર લગાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેરેથોન રેલીઓ બાદ આજે કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તાબડતોડ રેલીઓ અને જનસભાઓને સંબોધિત કરી હતી.

કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉત્તર કર્ણાટકમાં ફોકસ કરી રહ્યાં છે. આ લિંગાયત સમુદાયના પ્રભુત્વવાળો વિસ્તાર મનાય છે. તેની સંખ્યા રાજ્યમાં સૌથી વધુ છે.

કલગી જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ બસાવનાના વિચારોનું ઉદાહરણ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરી. તેમણે કહ્યું કે પીએમ મોદી બસાવનાની મૂર્તિની સામે જુઠ્ઠું બોલે છે. રાહુલે કહ્યું કે પીએમ મોદી આંબેડકરની વાત કરે છે, પરંતુ આખા દેશમાં તેમના લોકો દલિતોને કચડી રહ્યાં છે અને મારી રહ્યાં છે. પીએમ મોદી આંબેડકરની વાત કરે છે, પંતુ જ્યારે તેમના પર અત્યાચાર થાય છે તો એક શબ્દ પણ બોલતા નથી.

પીએમ મોદી ભ્રષ્ટાચારની વાત કરે છે પરંતુ જ્યારે કર્ણાટક આવ્યા તો સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી યેદિયુરપ્પા તેમની બાજુમાં ઉભા રહેલે નજર આવ્યા. રાહુલે કહ્યું કે રેડ્ડી બ્રધર્સે ૩૫ હજાર કરોડ રૂપિયા કર્ણાટકથી ચોરી કર્યા અને ભાજપ તેમને ટિકિટ આપી રહ્યું છે.

રાહુલે કહ્યું કે હું મોદી જી ની ઓફિસ ગયો અને મેં જાતે જ તેમને ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી કરી. તેમણે મારા પ્રશ્નનો જવાબ સુદ્ધા આપ્યો નહીં. જ્યારે મેં સિદ્ધારમૈયાજીને પૂછયું તો તેમણે ૧૦ દિવસની અંદર ખેડૂતોના ૮૦૦૦ કરોડ રૂપિયાના દેવા માફ કરી દીધા. રાહુલે વચન આપ્યું કે જ્યારે કેન્દ્રમાં અમારી સરકાર આવશે તો ૧૦ દિવસની અંદર અમે આખા દેશના ખેડૂતોનું દેવું માફ કરીશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી અને ગડકરી ખુદ માને છે કે કર્ણાટકના રસ્તા સૌથી સારા છે. અહીં રોજગારીની મુશ્કેલી નથી. ખેડૂતો ખુશ છે. આથી કર્ણાટકમાં પીએમ મોદીની પાસે બોલવા માટે કંઇ છે જ નહીં, આથી તેઓ મારા પર ખાનગી પ્રહારો કરે છે.

કાંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પીએમ મોદી મારા પર પર્સનલ એટેક કરે છે અને કહે છે કે રાહુલને ભાષણ આપતા આવડતું નથી. જા તેઓ વડાપ્રધાન છે અને હું તેમના પદની ઇજ્જત કરું છું. આથી હું કયારેય તેમની ખાનગી ટીકા કરીશ નહીં, તેમને પ્રશ્ન પૂછીશ. હું નરેન્દ્ર મોદીથી ડરતો નથી.

ભાજપ પૂરા દેશની સંસ્કૃતિ, ઇતિહાસ તેમજ ખાણીપીણીને કૂચલી નાખવાની વાત કરે છે. આ ઉપરાંત એમ પણ કહ્યું કે જ્યારે ભાજપ અને સંઘનાં લોકો દલિતોને મારી રહ્યાં હોય છે ત્યારે અને જે વ્યક્તિ આંબેડકરની વાત કરે છે ત્યારે તેવાં લોકોનાં મોંમાંથી એક પણ શબ્દ નથી નીકળતાં.

પરંતુ કોંગ્રેસ સરકાર એક એવી સરકાર છે કે જે દલિતોને વિશે સતત વિચારતી હોય છે. હિંદુસ્તાન સરકાર જ્યારે પૂરા દેશમાં પૈસા દલિતો અને આદિવાસીઓને આપે છે ત્યારે તેનો ૫૦% પૈસો કર્ણાટકની સરકાર માત્ર દલિતો અને આદિવાસીઓને આપતી હોય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY