સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે

0
11

તા. ૩૧મી, મેના રોજ સવારે ૦૯:૦૦ કલાકે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત નર્મદા જળ કળશ પૂજન કાર્યક્રમ કરી અભિયાનનસ પૂર્ણાહુતિ કાર્યક્રમનું દક્ષિણ ગુજરાત સુજલામ સુફલામ જળ અભિયાનના કન્વીનર અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી, બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવા તથા પ્રભારી સચિવ મિલિન્દભાઇ તોરવણેની ઉપસ્થિતિમાં યોજાશે.
રાજય સરકાર દ્વારા તા. ૧લી, મેથી રાજયભરમાં શરૂ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પૂર્ણાહુતિ કાર્યક્રમ આજે તા. ૩૧મી, મેના રોજ યોજાશે. જે અન્વયે ઉચ્છલ તાલુકાના ટોકરવા ગામે યોજાનાર છે. કાર્યક્રમ દરમિયાન ૧૦૮ યુગલો દ્વારા નર્મદા જળ કળશ પૂજન કાર્યક્રમકરવામાં આવશે.
તાપી જિલ્લાના જિલ્લા કલેકટર એન.કે ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવનારા આ પૂર્ણાહુતિ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર એન.કે ડામોરે સ્થળ મુલાકાત કરી સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ સમયમર્યાદામાં સૂચારૂરૂપે પૂર્ણ થાય એની તકેદારી રાખવા જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત સુજલામ સુફલામ જળ સંચય અભિયાનના પૂર્ણાહુતિ પ્રસંગે નર્મદા જળ કળશ પૂજનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાના પ્રજાજનોને ઉપસ્થિત રહેવા આયોજકો તરફથી અનુરોધ કરાયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY