સરકારી બેંકોના આશરે ૧૦ લાખ બેંક કર્મચારીઓ બે દિવસની હડતાળ પાડી ચુક્યા છે. બેકિંગ કર્મચારીઓની હડતાળ એવા સમયપર આવી છે જ્યારે બેકિંગ ક્ષેત્રની હાલત કફોડી બનેલ છે. સરકારી કોમાં પગાર અને બોનસ જેવી માંગને લઇને હડતાળ પહેલા પણ થતી રહી છે. પરંતુ આ વખતે આ હડતાળનો સમય ખુબ અયોગ્ય છે. જ્યારે દેશની બેકિંગ વ્યવસ્થા અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહી છે ત્યારે આ હડતાળ પડી છે. એનસીપી અને ખરાબ લોનના બોજ હેઠળ બેંકોનુ નુકસાન સતત વધી રહ્યુ છે. ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં આ નુકસાનનો આંકડો વધીને ૧૯૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. જ્યારે માર્ચમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં નુકસાનનો આંકડો ૫૦૦૦૦ કરોડના આંકડાને પાર કરી જાય તેવી શક્યતા છે. જે ભારતીય બેકિંગ વ્યવસ્થાને હજુ સુધી દુનિયાની સૌથી મજબુત બેકિંગ વ્યવસ્થા પૈકી એક તરીકે ગણવામાં આવતી હતી તેની સ્થિરતા હાલમાં ખતરામાં દેખાઇ રહી છે. બેકિંગ સિસ્ટમની આ અÂસ્થરતાની અસર હવે બેંક કર્મચારીઓ પર પણ દેખાવવા લાગી ગઇ છે. નોટબંધીથી લઇને જન ધન ખાતા તેમજ મુદ્રા જેવી યોજનાઓની સફળતા માટે ક્રેડિટ લેતા સરકાર ખચકાઇ રહી નથી ત્યારે આને લાગુ કરવામાં જે રીતે બેંક કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવી દેવાની ફરજ પડી છે તેની તરફ કોઇ ધ્યાન આપી રહ્યુ નથી. બેંકોની સેવા તથા તેની સ્થિતીને મજબુત રાખવામાં આવે તે જરૂરી છે. બેંકોની સ્થિતી મજબુત બને તે દિશાનાં નક્કર પ્રયાસો થવા જાઇએ. જા કે આના માટે બોજ બેંક કર્મચારીઓના ખિસ્સા પર લાવવામાં આવે તે યોગ્ય નથી. કોઇ સમય સૌથી આકર્ષક ગણાતી બેકિંગ સેવા હવે તેની ચમક ગુમાવી રહી છે. સરકાર બેંક યુનિયનો સાથે વાતચીત કરીને કોઇ રસ્તો કાઢે તે અતિ જરૂરી છે. બેંકોની સ્થિતી મજબુત કરવા માટે જુદા જુદા ક્ષેત્રોને લઇને એવી નિતી બનાવવામાં આવે જેના કારણે લોન વાપસીની રાહને સરળ બનાવી શકાય. આ દિશામાં બેંકો પણ આગળ વધે તે જરૂરી છે. બેંક હડતાળ માટે કેટલાક કારણો રહેલા છે. છેલ્લી વખત વધારો ૧૫ ટકા રહ્યો હતો. જા કે આ વખતે માત્ર બે ટકાના વધારાની ઓફરને લઇને બેકિંગ કર્મચારીઓ ભારે નારાજ છે. બેંક કર્મચારીઓ આ નજીવા વધારાની ઓફરને પોતાની મહેનતના અપમાન તરીકે જાઇ રહ્યા છે. તેમની ભાવનાને સમજી શકાય છે. પરંતુ સાથે સાથે બેંકોની દુર્દશા તરફ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. સરકારી બેંકોમાં પગાર અને બોનસ જેવા મુદ્દા પર પહેલા પણ હડતાળ થતી રહી છે. સરકારી બેંકો તેમના બુકને ક્લિન કરવા લાગેલી છે ત્યારે હાલમાં જ જારી કરવામાં આવેલા નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં દર કલાકમાં જાહેર ક્ષેત્રની બેંકોને નવ કરોડનું નુકસાન થઇ રહ્યું છે. નાના શહેરોના સપનાઓ તુટી રહ્યા છે. જાહેરક્ષેત્રની બેંકોનું નુકસાન ૭૯૦૦૦ કરોડથી ઉપર પહોંચી ગયું છે જ્યારે બેડલોનનો આંકડો નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૮.૬ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. દેશના બેંકિંગ ઇતિહાસમાં આ હજુ સુધીનો સૌથી મોટો આંકડો છે. પીએસયુ બેંકોએ ૨૦૧૭-૧૮માં દરરોજ ૨૧૭ કરોડ ગુમાવ્યા છે. નાણાંકીય આંકડાની વાત કરવામાં આવે તો સંપત્તિનો કુલ આંકડો ઇÂન્ડયન બેંકનો ટકામાં ૭.૪નો છે. બેંકિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ નુકસાન હાલમાં થઇ રહ્યું છે. નેટપ્રોફિટ-નુકસાન અને એમપીએનો આંકડો ચિંતા ઉપજાવે તે પ્રકારનો રહ્યો છે. નાના શહેરોમાં આના લીધે વધારે નુકસાન થયું છે.યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા માત્ર બે ટકાના પગાર વધારા સામે આ હડતાળની હાકલ કરવામાં આવી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ૯ યુનિયનોની છત્ર સંસ્થા તરીકે છે. ૧૦ લાખથી વધારે બેંક કર્મચારીઓની હડતાળના કારણે બેંકિગ સેવા સંપૂર્ણપણે ખોરવાઇ ગઇ હતી. હડતાળના કારણે ખાતાધારકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ હડતાળ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના બેનર હેઠળ પડી છે. હડતાળના કારણે નેટબેકિંગ, આરટીજીએસ, એનઈએફટી જેવી સેવાઓ ખોરવાઈ ગઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઇÂન્ડયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક, યુનિયન બેંક, યુકો બેંક સહિત જાહેર અને ખાનગી સેક્ટરની બેંકો પણ જાડાઈ હતી. એટીએમના સિક્યુરિટી ગાર્ડ પણ હડતાળ ઉપર ઉતર્યા હતા. ઇન્ડીયન બેંક એસોસિએશને પગાર વધારાની માંગને ફગાવી દીધી હતી. આની પાછળ ખરાબ આર્થિક સ્થિતિ દર્શાવવામાં આવી હતી. આ વર્ષે સરકારી બેંકોને બેડલોનના કારણે ભારે નુકસાન થયું છે. છેલ્લા ત્રણ વર્ષોમાં બેંક કર્મચારીઓ મુદ્રા, જનધન, નોટબંધી, અટલ પેન્શન યોજના દરમિયાન ખુબ કામ કર્યું છે. ચીફ લેબર કમીશનરે હડતાળ સંબંધિત મુદ્દાને ઉકેલવાના બનતા તમામ પ્રયાસો કર્યા હતા. જા કે બેન્કરોએ કહ્યુ હતુ કે તેઓ સુચિત પગાર વધારાના મામલે ફેરવિચારણા કરવા માટે તૈયાર છે. આઇબીએના અધિકારીઓ કહે છે કે પગારના મામલે કેટલાક રાઉન્ડની વાતચીત થઇ ચુકી છે. જંગી એનપીએના મામલે પણ વાતચીત થઇ છે. વર્ષ ૨૦૧૨માં છેલ્લી વખત પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. એ વખતે કર્મચારીઓને ૧૫ ટકાનો પગાર વધારો હતો. સરકાર ગંભીર બનીને આગળ વધે તે જરૂરી છે.
S.S.S
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





